- અગાઉ પણ અહીં ગેરકાયદેસર દુકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું
- ઓવરબ્રિજની કામગીરીમાં અડચણ રુપ દૂકાનો કરાઈ ડીમોલીશ
- મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ચલાવાયું JCB
જામનગર: મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ અહીં ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા. દુકાનોના માલિકને મનપાએ નોટીસ પણ પાઠવી હતી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા કહ્યું હતું.
આ પણ વાંચો:મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રએ ડીમોલેશન હાથ ધર્યુ
ઓવરબ્રિજની દીવાલમાં અડચણ રૂપ હતું ગેરકાયદેસર બાંધકામ
વૉર્ડ નંબર 6માં કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જો કે, અહીં આજુબાજુની સોસાયટીના લોકોને અવરજવર માટે પણ આ બાંધકામ અડચણ રૂપ હતું. આખરે જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો:જામનગરમાં ગેલેક્સી સિનેમા પાસે મનપાએ હાથ ધર્યું મેગા ડિમોલેશન, 16 દુકાનોને તોડી પડાઈ
શહેરમાં હજુ અન્ય જગ્યાએ છે ગેરકાયદે બાંધકામ
જામનગર શહેરમાં મોટા ભાગની સોસાયટીમાંઓ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે. જો કે મનપાની ટીમ અમુક જ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ તોડે છે તો અમુક વિસ્તારમાં કોની ભલામણથી ડીમોલેશન કરવામાં આવતું નથી તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યાં છે.