જામનગર શહેરના ટાઉનહોલ વિસ્તારમાં સિટી પોઇન્ટ પાસે આજે સવારે એક જીપ ચાલક યુવાને( Jeep accident in Jamnagar)અકસ્માત સર્જતા પાંચથી પણ વધુ વાહનોને અડફેટે લેતા લોકોની ભીડ ઘટના સ્થળે ઉમટી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનાહાની થવા પામી( Accident in Jamnagar)નથી પરંતુ વાહનોમાં ભારે નુકસાન થયું છે. આ ઘટના મુજબ કૌશિક નામના યુવાન જુના મોડલની જીપ લઈ સીટી પોઇન્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ જીપચાલક યુવાને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અને બ્રેકની જગ્યાએ લીવર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો અરવલ્લીમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત સાત લોકોના થયા મોત
બેકાબુ બનેલી જીપે અકસ્માત સર્જાયો અકસ્માતના પગલે બેકાબુ બનેલી જીપે સીટી પોઇન્ટ પાસે પાર્ક કરેલા વાહનોને અડફેટે લીધા હતા. સીટી પોઇન્ટ પાસે સંખ્યાબંધ મોટરસાયકલ વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. જેમાં 5 થી પણ વધુ મોટરસાયકલને બેકાબૂ બનેલી જીપે અડફેટે લેતા મોટાભાગના વાહનોમાં ભારે નુકસાન થયું હતું. જેના પગલે વાહન માલિકો તાત્કાલિક ઘટના દોડી આવ્યા હતા.
આ પણ વાંચો ભક્તો બન્યા અકસ્માતનો ભોગ, બનાસકાંઠામાં જીપની અડફેટે 2 લોકોના મોત
વાહનનોમાં નુકસાન જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી અને અકસ્માત સર્જાતાની સાથે જ જીપચાલક પોતાની જીપ ઘટના સ્થળે છોડી ફરાર થયો હતો. પરંતુ ત્યારબાદ અકસ્માત સર્જના જીપચાલક ફરી ઘટના સ્થળે આવ્યો ત્યારે વાહનનોમાં નુકસાન થયેલા માલિકોએ જીપચાલકને ઘેરી લીધો હતો અને પોતાના વાહનોનું નુકસાન અંગે વળતરની માંગ કરી હતી. આ ઘટના સમયે ખૂબ મોટી સંખ્યામાં લોકોની ભીડ અકસ્માત જોવા માટે ઉમટી પડી હતી.