ETV Bharat / state

IPL 2023 : ફરી જામનગરનો ક્રિકેટમાંં ડંકો, બે મહિલાઓને ટીમમાં સ્થાન - women ipl match

જામનગરની બે મહિલાઓને IPLમાં સ્થાન મળતા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા IPLમાં કુલ 409 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 246 ભારતીય છે.

IPL 2023 : ફરી જામનગરનો ક્રિકેટમાંં ડંકો, મહિલાઓને IPLમાં સ્થાન મળતા ખુશીનો માહોલ

author img

By

Published : Feb 9, 2023, 9:08 AM IST

જામનગરની મહિલા ક્રિકેટરોને IPLમાં મળ્યું સ્થાન

જામનગર : જામનગરને ક્રિકેટનું કાશી કહેવામાં આવે છે. ભારતીય ટીમમાં અનેક ખેલાડીઓ જામનગરની ભૂમિએ આપ્યા છે, સલીમ દુરાની, અજય જાડેજા, વિનુ માકડ, રવિન્દ્ર જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓ જામનગરની ભૂમિ પર ક્રિકેટ રમી અને દેશની ટીમમાં રમ્યા છે. જોકે હવે મહિલાઓ માટે આ વર્ષથી IPL મેચનું BCCI દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરની બે મહિલા ક્રિકેટરને સ્થાન મળ્યું છે. જયશ્રી બા જાડેજા અને નેહા ચાવડા IPL રમતી જોવા મળશે.

જામનગરની દીકરીઓનો ડંકો : આગામી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં મહિલા IPL ખેલાડીઓની હરાજી થશે. નેહા ચાવડા અને જયશ્રી બા જાડેજાનું નામ શોર્ટ લિસ્ટમાં સમાવેશ થયું છે અને બેઇસ પ્રાઈઝ રૂપિયા દસ લાખ આપવામાં આવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ જણાવ્યું કે, હવે જામનગરની દીકરીઓ પણ ક્રિકેટમાં ડંકો વગાડશે અને આગામી દિવસોમાં ભારતીય મહિલા ટીમમાં જામનગરની દીકરીઓ રમતી જોવા મળે તો નવાઈ નહીં.

409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી : વિમેન્સ IPL માટે ખેલાડીઓની હરાજી 13 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. કુલ 409 ખેલાડી ઉપર 90 સ્થાન માટે બોલી લાગશે. આ ટૂર્નામેન્ટમાં ભારત સહિત દુનિયાભરના ખેલાડીઓ સામેલ છે. લીગના તમામ 22 મેચ 4થી 26 માર્ચ સુધી મુંબઈમાં રમાશે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને જામનગર માટે ગૌરવ લેવાની બાબત એ છે કે આ હરાજીમાં જામનગરના બે મહિલા ખેલાડી જયશ્રી જાડેજા (બેટર) અને નેહા ચાવડાને (ઑલરાઉન્ડર) સ્થાન મળ્યું છે. મતલબ કે ફ્રેન્ચાઈઝીઓ આ ખેલાડીને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આ બન્ને ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

બેઝ પ્રાઈસનું લીસ્ટ : આ ટૂર્નામેન્ટમાં સામેલ થનારા તમામ ખેલાડીઓનું લિસ્ટ ક્રિકેટ બોર્ડ દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા છે. 24 ખેલાડીઓએ આ બેઝ પ્રાઈઝ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. મતલબ કે તેમની હરાજી 50 લાખ રૂપિયાથી શરૂ થશે. 10 ભારતીય ખેલાડીઓ આ બેઝ પ્રાઈસમાં સામેલ છે. તો 14 વિદેશી ખેલાડીઓ એવા છે જેમણે પોતાની કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે. ભારતીય ખેલાડીઓમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ, જેમિમા રોડ્રિગ્સ, શૈફાલી વર્મા, પૂજા વસ્ત્રાકર, ઋચા ઘોષ, સ્નેહ રાણા અને મેઘના સિંહ એવા ખેલાડી છે. જેમણે પોતાની મૂળ કિંમત 50 લાખ રૂપિયા નક્કી કરી છે.

આ પણ વાંચો : Match Fixing in Pakistan: આસિફ આફ્રિદી પર ભ્રષ્ટાચારના આરોપસર બે વર્ષનો પ્રતિબંધ

વિદેશી ખેલાડી : આ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની એશલે ગાર્ડનર, એલિસ પેરી, મેગ લૈનિંગ, એલિસા હિલી, જેસ જોનાસેન, ડાર્સી બ્રાઉન, ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન, નેટ સાઈવર-બ્રેન્ટ, ડૈની વ્યાટ, કૈથરીન સાયવર-બ્રન્ટ, ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈન, આફ્રિકાની સિનાલો જાફ્તા, વિન્ડિઝની ડિયાન્ડ્રા ડોટિન અને ઝીમ્બાબ્વેની લોરિન ફિરી એવી ખેલાડી છે જેમણે પોતાની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા નક્કી કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો : ICC Rankings: હાર્દિક પંડ્યાની ICC રેન્કિંગમાં મોટો ઉછાળો, શુભમન ગિલને પણ ફાયદો

246 ભારતીય ખેલાડીઓ : કુલ 409 ખેલાડીઓના નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 246 ભારતીય છે. ભારતીયોમાં સૌથી વધુ 21 ખેલાડી કર્ણાટક અને 20 મહારાષ્ટ્રના છે. જ્યારે સૌરાષ્ટ્રના બે, ત્રિપુરા, બિહાર, જમ્મુ-કાશ્મીર, મણિપુર, મેઘાલયની એક-એક ખેલાડી હરાજીમાં સામેલ થશે. આ ઉપરાંત રેલવેના 19, ઉત્તરપ્રદેશના 17, દિલ્હીના 14, મહારાષ્ટ્રના 13, બંગાળ, પંજાબ, મધ્યપ્રદેશના 12, બરોડાના 10, આંધ્ર-તમીલનાડુના નવ, ઉત્તરાખંડ, કેરળ ઓરિસ્સાના 7, ઝારખંડના છ, હરિયાણા, હિમાચલ, હૈદરાબાદ, વિદર્ભ રાજસ્થાનના 5, ગુજરાત-ગોવાના ચાર-ચાર, છત્તીસગઢના ત્રણ ખેલાડીઓ ઉપર હરાજી થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.