જામનગર ગુજરાતમાં હવે રોજ ડ્રગ્સ જથ્થા પક્ડાઇ છે એવું કહેવું પણ હવે ખોટું નથી કેમકે વારંવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાવાના ધટના સામે આવતી હોય છે છેલ્લા 1 વર્ષમાં સતત આવી ધટનાઓમાં વધારો થયો છે, જેને લઇને હવે ગુજરાતનું યુવા ધન હવે ડ્રગ્સના રવાડે ચડ્યું હોય તેવું કહેવું પણ ખોટું નથી.ફરી વાર જામનગરમાં એક શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.જેને રાત્રીના સમયે નેવી ઇન્ટેલિજન્સે (Navy Intelligence) ઝડપી પાડ્યો હતો.
નેવી ઇન્ટેલિજન્સએ શખ્સને ઝડપી પાડ્યો નેવી ઇન્ટેલિજન્સ(Navy Intelligence) દ્વારા ડ્રગ્સ જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. મુંબઈથી જામનગર શહેરમાં એક શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. શહેરના શરૂ સેક્શન રોડ (jamnagar section road) પર રાત્રિના સમયે આરોપી નેવી ઇન્ટેલિજન્સની ઝપટે ચડ્યો હતો અને તેમણે ઇન્ટેલિજન્સે ટચ માફિયાઓનો રેકેટના પર્દાફાશ કર્યો હતો
જિલ્લા પોલીસવડા સમગ્ર ઘટનાથી અજાણ મહત્વની વાત એ છે કે જામનગર જિલ્લા પોલીસવડા(Jamnagar District Police) સમગ્ર ઘટનાથી અજાણ છે જેના કારણે હવે તેમના પર પણ અનેક સવાલો થઇ રહ્યા છે. પોલીસ પોતાની કામગીરીમાં પાછળ રહી ગયું હોય તેવું જોવા મળ્યું કેમકે વી ઇન્ટેલિજન્સે ટચ માફિયાઓનો રેકેટના પર્દાફાશ કર્યો છે.
માફિયાઓના રેકેટના પર્દાફાશ જામનગર પોલીસનું નાક કાપી નેવી ઇન્ટેલિજન્સે ટચ માફિયાઓનો રેકેટના પર્દાફાશ કર્યો છે. જામનગરના શરૂ સેકશન વિસ્તારમાંથી એક શખ્સને કરોડોની કિંમતના 10 કિલો એમડી ડ્રગ્સ(MD Drugs in gujrat) સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જયારે ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય 3 શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે