જામનગરઃ 14મી જાન્યુઆરીના રોજ સાંજે પૃથ્વીની બહાર 408 કીમીની ઊંચાઈએ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને(International Space Station) જામનગર વાસીઓએ નિહાળ્યું હતું. આ અવકાશી અલભ્ય નજારો જોવા મળ્યો હતો.
અવકાશી યાનમાં 7 યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે
મળતી માહીત મુજબ અવકાશી યાનમાં હાલમાં 7 યાત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે. 73.0 મીટરની લંબાઈ અને 109 મીટરની પહોળાઇ ધરાવતું આ યાન 07.66 કીલોમીટર, પ્રતિ સેકન્ડની ઝડપે દર 92.68 મીનીટે પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે. જેણે ડિસેમ્બર 2021 સુધીમાં પૃથ્વીની 1,31,1440 પ્રદક્ષિણા કરી લીધી છે.
અદભૂત ખગોળીય ઘટના ખગોળશાસ્ત્રીઓએ નિહાળી
ઉત્તરાયણની રાત્રે ઇન્ટરનેશનલ સ્પેસ જામનગર(Jamnagar International Space) વાસીઓએ ખૂબ નજીકથી નિહાળી છે. પ્રથમ વખત આ ખગોળીય ઘટના જોવા મળી છે તેવું ખગોળશાસ્ત્રીઓ જણાવ્યું હતું કે, જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ તેમજ અન્ય વિસ્તારોમાં લોકો આ ખગોળીય ઘટના નિહાળવા માટે એકઠા થયા અને અદભૂત નજારો નિહાળ્યો(International Space View from Earth) છે.
આ પણ વાંચોઃ મંગળ-શુક્રની યુતિ: આજે મંગળ અને શુક્ર ગ્રહ એકબીજાની બિલકુલ નજીક; જાણો, માનવ જીવન પર શું પડી શકે છે અસરો?
આ પણ વાંચો:આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના, લોકો થયા રોમાચિંત, જાણો વિગતે