ETV Bharat / state

Jamnagar News : જામનગર જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો, મેઘમહેરથી એવું પાણી આવી ગયું કે લોકો રાજીરાજી - સસોઇ

મેઘમહેરને પગલે જામનગરમાં સવા વરસ ચાલે એટલું પાણી જામનગરના ડેમોમાં આવી ગયું છે. સારા વરસાદના પગલે જિલ્લાના 17 ડેમો હાલ ઓવરફ્લોની સ્થિતિએ જોવા મળ્યાં હતાં. જેમાં સસોઇ અને રણજીતસાગર ડેમ પણ શામેલ છે.

Jamnagar News : જામનગર જિલ્લાના 17 ડેમ ઓવરફ્લો, મેઘમહેરથી એવું પાણી આવી ગયું કે લોકો રાજીરાજી

author img

By

Published : Jul 24, 2023, 4:38 PM IST

સવા વરસ ચાલે એટલું પાણી જામનગરના ડેમોમાં આવી ગયું

જામનગર : જામનગર પંથકમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાના અનેક નદી નાળાઓમાં પૂર આવ્યા છે. તો ચેક ડેમો પણ છલકાયા છે અને ડેમોમાં નવા નિર્માણની આવક થઈ છે. જામનગરની જીવાદોરી સમાન ગણાતા સસોઈ અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયા છે.

3 ડેમ 28 દિવસમાં છલોછલ : જામનગર શહેરને પાણી પુરૂં પાડતા 3 ડેમ ફકત 28 દિવસમાં છલોછલ થતાં શહેરને સવા વર્ષ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. મેઘરાજાએ ઘીંગી મહેર કરતા શહેરનો પાણી પ્રશ્ન એકઝાટકે ઉકેલાતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. જો કે, હજુ શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. રણજીત સાગર, સસોઇ ઓવરફલો તો ઉંડ-1 ડેમ 81.62 ટકા ભરાયો છતાં હજુ નર્મદાનું પાણી લેવું પડી રહ્યું છે. જોકે મોટાભાગના ડેમો છલોછલ ભરાયા છે.

પાણીનો પ્રશ્ન ઉકેલાયો : જામનગરમાં ચોમાસા પૂર્વે બિપરજોય વાવાઝોડાના કારણે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. ત્યારબાદ 15 જૂને વિધિવત ચોમાસાનું આગમન થતાં અત્યાર એટલે કે 23 જુલાઇ સુધીમાં સાંબેલાધાર સાર્વત્રિક વરસાદથી જિલ્લાના 25 માંથી 17 જળાશયો ઓવરફલો થઇ ગયા છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પુરૂં પાડતા રણજીતસાગર, સસોઇ ડેમ ઓવરફલો થતાં અને ઉંડ-1 ડેમ 82 ટકા ભરાઇ ગયા છે. આથી ફકત 28 દિવસમાં શહેરને સવા વર્ષ ચાલે તેટલું પાણી આ ત્રણેય જળાશયોમાં આવી ગયું છે. આથી શહેરનો પાણીનો પ્રશ્ન મેઘરાજાએ એક ઝાટકે ઉકેલતા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

જામનગરમાં ઓવરફલો ડેમ કયા કયા છે : મેઘમહેરના પગેલ છલકાયેલાં ડેમોમાં (1)સસોઇ (2)પન્ના (3)ફુલઝર-2 (4)રૂપાવટી (5)વીજરખી (6)સપડા (6)વોડીસાંગ (7)ઉંડ-3 (8)ફુલઝર-1 (9)ડાઇમીણસાર (10)રૂપારેલ (11)વાગડીયા (12)સસોઇ-2 (13)ઉંડ-5 (14)બાલંભડી અને (15)રણજીતસાગર ડેમ હાલના વરસાદના પગલે ઓવરફ્લો થયાં છે.

7 જળાશયના 27 દરવાજા ખોલાયા : જામનગર જિલ્લામાં ચારેક દિવસથી અવિરત મેઘમહેરના કારણે જળાશયોમાં પાણીની સતત આવક થઇ રહી છે. અત્યાર સુધીમાં 25 માંથી 17 ડેમ ઓવરફલો થઇ ચૂકયા છે. ત્યારે રવિવારે રંગમતી અને કંકાવટી ડેમનો 1, ઉંડ-1ના 5, આજી-5 ના 10, ઉંડ-2 ના 5, ફુલઝર કોટડાબાવીસીના 2 અને ઉમિયા સાગર ડેમના 3 દરવાજા ખોલાયા હતાં.

  1. Jamnagar Rain: જામનગરનો જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ અદભુત નજારો
  2. Jamnagar Rain: વરસાદી ખાડામાં ડૂબી જવાથી યુવકનું મોત
  3. Jamnagar Rain : જામનગરમાં મેઘરાજાએ માહોલ બનાવ્યો, 4 કલાકમાં રોડ રસ્તાને સ્વિમીંગ પુલમાં ફેરવી દીધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.