ETV Bharat / state

Jamnagar News : જામનગરની બાળકીનું જીવન હવે અમેરિકામાં ખીલી ઉઠશે, કાંટાની વાડમાંથી ત્યજાયેલી મળી હતી - જામનગરની બાળકી

જામનગરમાંથી કાંટાની વાડમાંથી મળેલી બાળકીનું જીવન હવે અમેરિકાના શહેરમાં ખીલી ઉઠવા જઇ રહ્યું છે. અમેરિકાના વોઇટ દંપતિએ જામનગરની કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ ખાતેથી અઢી વર્ષની બાળકી દત્તક લેવાવાને લઇને આ ખૂબ સરસ સમાચાર છે.

Jamnagar News : જામનગરની બાળકીનું જીવન હવે અમેરિકામાં ખીલી ઉઠશે, કાંટાની વાડમાંથી ત્યજાયેલી મળી હતી

author img

By

Published : Aug 11, 2023, 5:29 PM IST

બાળકી દત્તક લઇને ખુશી વ્યક્ત કરી

જામનગર : અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવી હતી. જામનગર પોલીસે રાતદિવસ એક કરી આ બાળકીના માતાપિતાની શોધ આદરી અને બાળકીના માતાપિતા મળી આવ્યા ત્યારે તેઓએ બાળકીમાં શારીરિક ખોડ અને અન્ય સામાજિક કારણોસર તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાળકીને અમેરિકન દંપતિ દ્વારા દત્તક લેવામાં આવી છે..

આજે ઘણા બાળકોને પરિવારની જરૂરિયાત છે. દત્તકવિધાનથી આવા બાળકને સુવર્ણ ભવિષ્ય અને દંપતિને સંતાન સુખ મળે છે. આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતિ પણ છે કે જેઓ સંતતિ સુખથી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે...સ્ટીવન વોઈટ(બાળકીને દત્તક લેનાર અમેરિકન પિતા)

કસ્તુરબા શ્રી વિકાસ ગૃહમાં હતી બાળકી : એ સમયે જામનગર પોલીસે બાળ કલ્યાણ સમિતિ જામનગરનો સંપર્ક કરતાં સમિતિના ચેરમેને કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ ખાતે આ બાળકીને આશ્રય આપવાની વ્યવસ્થા કરી આપી હતી. બાળકીની શારીરિક ખોડ દૂર કરવા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી અપાઈ જ્યાં જી.જી.હોસ્પિટલના તબીબોએ અંગત કાળજી લઈ આ બાળકીને પુન:સ્વસ્થ કરવાની સાથે નવજીવન આપ્યું હતું.

શિકાગોમાં રહે છે અમેરિકન દંપતિ : ત્યારબાદ CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને દત્તક લેવા માટે તત્પરતા દર્શાવી હતી.જે અનુષંગે જિલ્લા કલેકટર બી. એ. શાહના આદેશ બાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકીને કલેક્ટરના હસ્તે દતક વિધાન થકી તેના અમેરિકન વાલીને સોંપવામાં આવી હતી. આ તકે બાળકીના અમેરિકન માતાપિતાએ ખુશીની લાગણી વ્યક્ત કરતાં શબ્દો ઉચ્ચાર્યાં હતાં.

સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અંગત રીતે અમારી ખૂબ મદદ કરી. તેમના આ સહકારને કારણે મારા દીકરાને એક બહેન અને અમને આજે એક દીકરી મળી છે અને જેના કારણે અમારો પરિવાર પરિપૂર્ણ થયો છે. અમારા જીવનમાં ખુશીઓ લાવનાર આ બાળકીનું અમે જીવની જેમ જતન કરીશું... શૈલી વોઈટ(બાળકીને દત્તક લેનાર અમેરિકન માતા)

બાળકીને દત્તક આપવાની તમામ પ્રક્રિયા સંપન્ન : પિતા સ્ટીવન વોઈટે બાળકીને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, જિલ્લા પોલીસ, બાલ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકીના દત્તક વિધાન સાથે સોંપવાની ભાવવિભોર કરતી ક્ષણોમાં અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હર્ષિદાબેન પંડ્યા તથા સમિતિના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર તથા કર્મચારીઓ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક સ્વિટીબેન જાની, ખાસ દત્તક સંસ્થાના ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

  1. Tanmya Adopted: રાજકોટ બાલાશ્રમની 12 વર્ષની તન્મય બનશે અમેરિકાની નાગરિક, દત્તક લેવાઇ
  2. Kutch News : કાળજામાં કાણું હોવાથી જન્મદાતાએ બાળકને તરછોડ્યું, અમેરિકન દંપતિએ દત્તક લીધુ
  3. Child Adopted : સ્વીડનના પરિવારે ગોધરા બાળગૃહમાંથી બાળકને લીધું દત્તક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.