જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરનાર ઈસમો સામે કાર્યવાહી શરૂ કરવામા આવી છે. ત્યારે ચાંદી બજાર પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શીલ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે પોસ્ટ ઓફિસના સત્તાધીશો દ્વારા બાકી મિલકત વેરો ભરવાની બાહેંધરી આપતા પોસ્ટ ઓફિસમાં ફરી કામ શરૂ કરવામાં આવ્યું છે.
અગાઉ પણ મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ૩૫ જેટલા ઇસમોની મિલકતો સીલ કરવામાં આવી હતી.