ETV Bharat / state

Maha Shivratri 2023 : છોટી કાશી બની શિવમય, વહેલી સવારથી હર હર મહાદેવ - જામનગરમાં મહાશિવરાત્રી શોભાયાત્રા

જામનગરમાં મહાશિવરાત્રીના પર્વને લઈને શિવ મદિંરોમાં સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. જોકે, પરંપરા મુજબ આ વખતે પણ 42મી શોભાયાત્રા યોજાઈ રહી હતી. આ ઉપરાંત ભગવાન શિવજીના અલગ અલગ વેશભૂષા સાથેના ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.

Maha Shivratri 2023 : છોટી કાશી બની શિવમય, વહેલી સવારથી હર હર મહાદેવ

author img

By

Published : Feb 20, 2023, 1:25 PM IST

જામનગર શહેરમાં અનેક શિવાલયોમાં લાંબી કતાર

જામનગર : છોટે કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં અનેક શિવાલયો આવેલા છે, ત્યારે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને ભોળાનાથને રિઝવવા માટે વહેલી સવારથી જ અનેક શિવભક્તોએ જુદા જુદા શિવ મંદિરોમાં લાંબી કતાર લગાવી હતી. રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને ભક્તોએ ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો.

ફ્લોટ્સ ઉભા કરાયા : આ ઉપરાંત શહેરમાં નીકળેલી શોભાયાત્રા માર્ગ પર અનેક શિવભક્તો દ્વારા ઠેર ઠેર સ્થાનિક ફ્લોટ્સ ઊભા કરીને ભગવાન શિવજીની વિવિધ ઝાંખી ઉભી કરાઈ હતી. જ્યાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. તેમજ શહેરમાં શિવજીના મહાપ્રસાદ ભાગ વિતરણના અનેક સ્થળે કેન્દ્રો ઉભા થયા હતા અને ભાવિકોએ ભાંગનો પ્રસાદ આરોગ્ય હતો.

ભક્તોની ભારે ભીડ : છોટી કાશીનું બિરુદ્ધ પામેલા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક શિવાલયોમાં આજે મહાશિવરાત્રીના પાવનકારી પર્વને લઈને વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી.

ભક્તોએ બીલીપત્ર ચડાવ્યા : અનેક શિવભક્તો રુદ્રાભિષેક જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરીને તેમજ બીલીપત્ર ચડાવીને મહાદેવને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર શહેરમાં શિવમય વાતાવરણ જોવા મળ્યું હતું. જામનગરના ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે ઉપરાંત પંચેશ્વર ટાવર, સિધ્ધનાથ મહાદેવ મંદિરના દ્વારે ભગવાન શિવજીના મહાપ્રસાદ એવા ભાંગના વિતરણ માટેના કેન્દ્રો ઉભા થયા હતા, ત્યાં પણ ભાવિકોએ પ્રસાદ લેવા માટે કતારો લગાવી હતી.

આ પણ વાંચો : Vadodara News : સુરસાગર તળાવમાં સોનાના શિવજીની પ્રતિમાનું મુખ્યપ્રધાન કરશે ઉદઘાટન

ભાંગ કેવી રીતે બને અને કેમ : શિવરાત્રીની મહાપર્વ પર ભાંગનું અનેરૂ મહત્વ રહેલું છે. તેમાં રાજસ્થાની ભાંગ મહાદેવને ચઢાવવામાં આવે છે. તેમજ ભક્તો પણ પ્રસાદ લેતા હોય છે. રાજસ્થાની ભાંગમાં વરીયાળીનું પાણી ખાંડ તેમજ રાજસ્થાની ભાંગની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જામનગરમાં મોટી સંખ્યામાં ભક્તો રાજસ્થાની ભાંગ પ્રસાદ તરીકે લેતા હોય છે. જામનગર શહેરમાં શોભા યાત્રા નીકળે છે, જે પરંપરા મુજબ આ વખતે પણ 42મી શોભાયાત્રા યોજાઈ રહી છે. જે શોભાયાત્રાના રૂટ પર સ્થાનિક જગ્યાએ ભગવાન શિવજીના અલગ અલગ વેશભૂષા સાથેના ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Somvati Amavsya : જાણો સોમવતી અમાસનું શું મહત્વ છે, શું વિશેષ પૂજાના લાભ

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : પંચેશ્વર ટાવર, ભાટની આંબલી, રણજીત રોડ, સેન્ટ્રલ બેંક રોડ નાગેશ્વર રોડ સહિતના જુદા-જુદા વિસ્તારોમાં ભગવાન શિવજીની વિશેષ રૂપે ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. જે તમામ સ્થળોએ પણ અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. શહેરના તમામ શિવાલયોના દ્વારે જામનગર મહાનગરપાલિકા દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી, તમામ મંદિર પરિસરને જળહળતી રોશનીથી તેમજ ધજાપતા થીકા શણગારવામાં આવ્યા હતો, ઉપરાંત પોલીસ દ્વારા પણ તમામ દેવાલાયોના સ્થળે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.