જામનગરની 40 ટકાથી વધુ જનસંખ્યા 200થી 250 રૂપિયા મજુરી કે અન્ય કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમ જ મહિનામાં 15 દિવસ રોજગારી છુટક મજૂરી કામ મળતી હોવાથી આર્થિક દંડ અસહ્ય છે.એક બાજુ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. બીજી બાજુ સરકાર દ્વારા નવા નિયમો બનાવી પ્રજા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.મહત્વનું છે કે, હેલમેન્ટની હાલ કાળા બજારી પણ જોવા મળી રહી છે.જે હેલ્મેન્ટ 500 રૂપિયામાં મળતું હતું તે હવે 1500 રૂપિયામાં મળે છે.
જામનગર શહેરમાં હાલ પિયુસી માટે પણ લોકો લાઈનમાં ઉભા જોવા મળી રહ્યા છે. લોકરક્ષક સમિતિએ માંગ કરી છે કે, હેલમેન્ટની હાઇવે પૂરતું રાખવા આવે તે જરૂરી છે.