અમદાવાદ: એશિયાનું સૌથી મોટું પતંગ બજાર એટલે અમદાવાદનું જમાલપુર પતંગ બજાર. જ્યાં દરેક પ્રકારની પતંગ મળે છે અને ત્યાં જ પતંગ બનાવવામાં પણ આવે છે અને સાથે જ પતંગની દોરી અને ફિરકીનું પણ સૌથી વધારે વ્યાપાર જમાલપુરમાં થાય છે. આ વર્ષે ઉત્તરાયણ માટે અદ્ભૂત અને અનોખી ફીરકીઓ બનાવવામાં આવી છે. અમદાવાદના જમાલપુરમાં સોના અને ચાંદીની ફીરકી અને પતંગ પહેલી વખત બનાવવામાં આવી છે. આની સાથે એક ઇંચથી લઈને ચાર ફૂટ લાંબી ફીરકીને ખરીદવા માટે પણ લોકોની ભીડ ઉમટી રહી છે.
સોના અને ચાંદીની પતંગ અને ફીરકી: જમાલપુર પતંગ બજારમાં લગભગ 400 પરિવારો પતંગ બનાવવાનું કામ કરે છે. અહીં સૌથી મોટું હોલસેલ પતંગ બજાર છે અને અહીંની ફીરકી દેશ-વિદેશમાં પણ જાય છે. પતંગ અને ફીરકીના વેપારી અબ્દુલ લતીફ રંગરેજે આ વર્ષે સોના અને ચાંદીની પતંગ અને ફીરકી બનાવી છે. જે મંદિરમાં ચઢાવવામાં માટે લોકો ખરીદે છે.
100 રૂપિયાથી લઈને 2100 સો રૂપિયા સુધીની ચરખી: આ અંગે વેપારી અબ્દુલ લતીફ રંગરેજે જણાવ્યું હતું કે, 'અમે અમારા દાદાના સમયથી પતંગના બિઝનેસ સાથે જોડાયેલા છીએ. 40 વર્ષથી જમાલપુરમાં અમારી દુકાન આવેલી છે. લોકો અમારી દુકાનમાં ફિરકી માંઝા ખરીદવા માટે આવે છે. હાલ અમારી પાસે કોટનની ફિરકી છે. સિંગલ કલર અને મલ્ટી કલરની ફિરકી પણ અહીંયા મળે છે. મારી પાસે 100 રૂપિયાથી લઈને 2100 સો રૂપિયા સુધીની ચરખી અવેલેબલ છે. અમારી પાસે એક ઇંચ થી લઈને ચાર ફૂટ સુધીની ફીરકી પણ છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો મારા ત્યાંથી ચરખી ખરીદવા માટે આવે છે.'
શું છે સોના-ચાંદીની પતંગ-ફીરકીનો ભાવ?: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આ વર્ષે પહેલી વખત અમે પૂજામાં રાખવા માટે ચાંદી અને સોનાની પતંગ અને ફીરકી બનાવી છે. લોકો આ ચરખીને ભરપૂર દિલથી ખરીદી રહ્યા છે. આ ચરખી ઉપર સોના અને ચાંદીનું પાણી ચડેલું છે. સોનાની પતંગ અને ફીરકીની પ્રાઈઝ ₹500 છે. તેમજ ચાંદીની પતંગ અને ફીરકીની પ્રાઈઝ 400 રૂપિયા છે. બરેલીમાં ગુડ્ડુભાઈને ફેમસ ફીરકી પણ અમારી પાસે છે. જે મસ્ત સતરંગી માંજા હોય છે. અમારી પાસે આ ફીરકી 350 રૂપિયાની છે.'
મોરબીથી અમદાવાદ પતંગ ખરીદવા આવ્યા: જમાલપુરમાંથી પતંગ અને ફીરકી ખરીદવા માટે આવેલા એક ભાઈએ જણાવ્યું હતું કે,'અમે પતંગ ખરીદવા માટે મોરબીથી આવ્યા છીએ. જમાલપુરમાં ખુબ જ સારી પતંગની દુકાનો છે. ત્યાં બહુ જ સારી ક્વોલિટી અને વેરાઈટીની ફીરકીઓ પણ મળે છે. ચરખી અને પીપૂડા લેવા માટે અમે મોરબીથી અહીંયા આવ્યા છીએ. આ વર્ષે થોડી મોંઘી થઈ છે પણ ઉતરાયણ માટે ખરીદવી જ પડશે. એટલે દર વર્ષે અમે જમાલપુર આવીને પતંગો અને ફીરકી ખરીદીએ છીએ.
જમાલપુર શાંતિ સમિતિના મેમ્બર જાવેદભાઈએ વર્ષના પતંગ બજાર વિશે જણાવ્યું હતું કે,'આ બજારમાં અમે સૌથી વધારે નજર રાખી છે કે સરકાર દ્વારા ચાઈનીઝ દોરી ઉપર જે રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એનો ઉપયોગ કોઈ કરી રહ્યા હોય તો તેની જાણ અમે પોલીસમાં કરીશું.'
આ પણ વાંંચો: