ETV Bharat / state

જામનગર LCBને મળી મોટી સફળતા,ચોરીના ગુન્હામાં સંળોવાયેલા આરોપીની કરી ધકરપકડ - ક્રાઇમના સમાચાર

જામનગર LCBને મોટી સફળતા મળી છે.LCB દ્વારા ચોરીના ગુન્હામાં સંળોવાયેલા 6 આરોપીઓ પૈકી એકની મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી. જોકે હાલ બાકીના આરોપીની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

ચોરીના ગુન્હામાં સંળોવાયેલા આરોપીની ધરપકડ

author img

By

Published : Feb 1, 2021, 10:00 PM IST

  • જામનગર LCB એ વિવિધ ગુન્હામાં સંળોવાયેલા 6 આરોપીઓ પૈકી એકની મધ્યપ્રદેશથી કરી ધરપકડ
  • પાંચ આરોપીઓની શોધખોશ શરૂ કરાઇ
  • આરોપીઓએ સાડા આઠ લાખ જેટલી માતબર રકમની લૂંટ કરી હતી
    ચોરીના ગુન્હામાં સંળોવાયેલા આરોપીની ધરપકડ
    ચોરીના ગુન્હામાં સંળોવાયેલા આરોપીની ધરપકડ

ભાણવડ : થોડા દિવસો પૂર્વે ભાણવડ તાલુકાના મેવાસા ગામે ફાટક પાસે રહેતા ગોરધનભાઈ ટપુભાઈ કોળીના રહેણાંકમાંથી મધ્યરાત્રીએ ઘરના સભ્યોને કેદ કરીને દાગીના, રોકડ રકમ ફોરવહીલ સહીત સાડા આઠ લાખ જેટલી માતબર રકમની લૂંટ ચલાવી હતી. તો આ સાથે લાલપુર કોલેજ કમ્પાઉન્ડમાંથી બુલેટ મોટર સાઇકલની ચોરી કરી નાકા બંધી દરમિયાન લાલપુર પોલીસવાન પર પથ્થર મારો કરી અને રાત્રીના અંધારામાં ઓગળી જનારા ગેંગના એક ઈસમને જામનગર એલ. સી. બી. એ મધ્યપ્રદેશના કાકડકુવા ગામથી ઝડપી પાડ્યો હતો. જોકે હાલ વધુ પાંચ ઈસમોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પાંચ આરોપીમાંથી એકની કરાઇ ધરપકડ

ઉલ્લેખનીય છે કે, લૂંટ, ચોરી અને પોલીસ પર હુમલાના બનાવ બાદ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ સતર્ક થઇ આરોપીઓને શોધવા માટે વિવિધ દિશામાં તપાસ ચાલવાઈ રહી હતી. આ દરમિયાન જામનગર એલ. સી. બી. ના માંડણભાઈ વસરા, ધાનાભાઇ મોરી અને નિર્મળસિંહ જાડેજાને મળેલી માહિતી મુજબ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે આ ગુન્હામાં સંડોવાયેલા આરોપી પૈકી એક ઈસમ સુનિલ નારસીંગ મીનાવાને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.