ETV Bharat / state

જામનગર LCBએ ગેરકાયદેસર ચાલતી બેલાની ખાણ પર પાડી રેડ, 4 આરોપીની કરી ધરપકડ

author img

By

Published : Oct 16, 2020, 10:20 AM IST

જામનગર પોલીસવડા દીપન ભદ્રન દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે કામ કરનારાઓ પર કાનૂની કાર્યવાહી કરવા LCBને સુચના આપવામાં આવી હતી. જેથી LCB દ્વારા જામજોધપુરના વિરપર ગામેથી ગેરકાયદેર ચાલતી બેલાની ખાણ પર દરોડા પાડ્યા હતાં આ સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી.

જામનગર LCBએ ગેરકાયદેર ચાલતી બેલાની ખાણ પકડી, 4 આરોપીની કરી ધરપકડ

જામનગરઃ જિલ્લાના પોલીસવડા દીપન ભદ્રન દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રીતે કામ કરનારાઓ પર કાનૂની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ખનીજ ચોરી કરતા શખ્સ પર કાયદેસરની કાર્યવાહી કરવા LCBને સુચના આપવામાં આવી છે.

જેને લઈને LCBના PI કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ PSI આર.બી.ગોજીયા તથા સ્ટાફના સભ્યો જામજોધપુર તથા શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન LCB ના ભગીરથસિંહ સરવૈયાને મળેલી બાતમીના આધારે જામજોધપુર તાલુકાના વિરપરગામની સીમમાં સરકારી ખરાબામાં ચોરબેડી ગામે રહેતા ઇમરાનભાઇ ગુલમામદ સંધી પોતાના ભાઇઓની સાથે મળી ગેરકાયદેસર લીઝ મંજુરી વગર બેલાની ખાણ ચલાવતા હતા.

જેથી ખાણ પર રેડ કરી 4 આરોપીઓને બેલા કાઢવાની ચકરડી મશીન નંગ-2 કિંમત રૂપિયા 2,25,000 તથા બેલાની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલા ટ્રેકટર નંગ -1 કિંમત રૂપિયા 3,00,000 તથા તૈયાર બેલા, ચકરડી મશીનના પાના મળી કુલ કિંમત રૂપિયા 5,32,670 ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂદ્ધ પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ સોઢાએ ફરીયાદ રીપોર્ટ આપતા PSI આર.બી.ગોજીયાએ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ શેઠવડાળા પોલીસને સોપી હતી.

પકડાયેલા આરોપી

( ૧ ) ઇમરાનભાઇ ગુલમામદ સમા તા.લાલપુર જિ. જામનગર
( ૨ ) ઇકબાલભાઇ ગુલમામદ સમા તા.લાલપુર જિ.જામનગર
( ૩ ) સમીરભાઇ ગુલમામદ સમા તા.લાલપુર જિ.જામનગર
( ૪ ) સંજયભાઇ હમીરભાઇ પરમાર તા.લાલપુર જિ. જામનગર

આ કાર્યવાહી PI કે.જી.ચૌધરીની સુચનાથી PSI બી.એમ.દેવમુરારી તથા આર.બી.ગોજીયા તથા LCB સ્ટાફના સંજયસિહ વાળા, હરપાલસિહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, અશ્વિનભાઇ ગંધા, અશોકભાઇ સોલંકી, નિર્મળસિંહ જાડેજા બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ માલકીયા , લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવિંદગીરી દ્વારા કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.