જામનગરઃ મહા નગર પાલિકા શહેરમાંથી અત્યારે પર્યાવરણ માટે જોખમી એવા કોનો કાપર્સ વૃક્ષો દૂર કરશે. જે અનુસંધાને લાખોટા તળાવ પરિસરમાં ઉગાડાયેલા 20 કોનો કાપર્સને પણ દૂર કરાશે. જો કે જામનગર મનપા લાખોટા પરિસરમાંથી આ વૃક્ષોને દિવાળી પછી દૂર કરશે.
20 કોનો કાપર્સ દૂર કરાશેઃ કોનો કાપર્સ પર્યાવરણને જોખમી હોય છે અને તેના મૂળ ખૂબ જ ઊંડા જતા રહેવાથી આસપાસની વનસ્પતિ માટે હાનિકારક છે. તેથી જામનગર મનપા દ્વારા સમગ્ર શહેરમાંથી કોનો કાપર્સને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાખોટા તળાવ પરિસરની અંદર કોનો કાપર્સને યોગ્ય શેપમાં કાપીને શોભા વૃદ્ધિ કરવામાં આવી હતી. જો કે દિવાળી બાદ આ પરિસરના 20 કોનો કાપર્સને દૂર કરવામાં આવશે.
પર્યાવરને જોખમીઃ જામનગર મહા નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ વૃક્ષો આસપાસના વૃક્ષોને નુકસાન પહોંચાડે છે જે પર્યાવરણ માટે જોખમી છે. તેથી સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને સમગ્ર શહેરમાંથી કોનો કાપર્સને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. લાખોટા તળાવ પરિસરની વાત કરીએ તો આ પરિસરમાં કુલ 20 કોનો કાપર્સ છે. જેને દિવાળી બાદ દૂર કરવામાં આવશે. કોનો કાપર્સ દૂર કર્યા બાદ તેના ખાલી પડેલા સ્થાને અન્ય વૃક્ષો વાવવામાં આવશે.
પર્યાવરણ માટે હાનિકારક એવા કોનો કાપર્સને સમગ્ર શહેરમાંથી દૂર કરવામાં આવશે. જામનગર મહા નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવ્યો છે...નિલેશ કગથરા(સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, જામનગર મહા નગર પાલિકા)