ETV Bharat / state

Jamnagar Kashi Vishwanath Temple : ચારેય દિશામાંથી દર્શન કરી શકો તેવું ગુજરાતનું એકમાત્ર મંદિર ! - 127 વર્ષ જુનું મંદિર

જામનગર શહેરમાં અનેક મંદિર આવેલા છે. જેના કારણે જામનગરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે. જોકે જામનગરમાં કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે. આ મંદિર ખૂબ જ ખાસ છે. કારણે કે, મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવના શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. જાણો આ મંદિરની વિશેષતાઓ ETV BHARAT ના ખાસ અહેવાલમાં...

Jamnagar Kashi Vishwanath Temple
Jamnagar Kashi Vishwanath Temple
author img

By

Published : Aug 17, 2023, 10:12 PM IST

ચારેય દિશામાંથી દર્શન કરી શકો તેવું ગુજરાતનું એકમાત્ર મંદિર !

જામનગર : જામનગર શહેરને છોટા કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઇએ કે આવું એટલા માટે કહેવાય છે કારણ કે, અહીં કાશીની જેમ અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોની પોતાની આગવી ઓળખ પણ છે. જેમાં સૌથી પ્રસિદ્ધ છે કાશી વિશ્વનાથ મંદિર. જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં બિરાજમાન ભગવાન મહાદેવની શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે.

કાશી વિશ્વનાથ મંદિર : જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરતાં આ મંદિરના પુજારી સુખદેવ મહારાજે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જામનગરમાં આવેલું આ મંદિર 127 વર્ષ જુનું છે. આ મંદિરમાં બિરાજમાન શિવલિંગ વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથના સાનિધ્યમાં બ્રાહ્મણો દ્વારા પૂજા, અર્ચન, પ્રાર્થના કર્યા બાદ અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લાવવામાં આવી હતી. એ સમયે જામનગરના મુખ્ય વજીર કરસનભાઇ પુંજાણીભાઇની દેખરેખમાં આ મંદિરમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં અન્ય મંદિર જેમ ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડ ભૈરવ, બટુક ભૈરવનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતમાં માત્ર બે જ આવા મંદિર છે. જેમાં શિવલિંગના દર્શન ચારેય દિશામાંથી કરી શકાય છે. એક વારાણસીમાં બિરાજમાન કાશી વિશ્વનાથ અને બીજું જામનગરનું કાશી વિશ્વનાથ મંદિર. આવું જ એક નેપાળમાં પશુપતિનાથ મહાદેવ મંદિર પણ છે.-- સુખદેવ મહારાજ (મંદિરના પુજારી)

127 વર્ષ જુનું મંદિર : જામનગરમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર 72 સ્તંભ પર ઉભેલું છે. જેની રચના ચોપાટની જેમ કરવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસ હોય કે પછી અન્ય દિવસો હોય અહીં સવારથી લઇને સાંજ સુધી ભક્તોની ભીડ હોય છે. દૂર દૂરથી કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે ભક્તો આવે છે. મહાદેવને દૂધ અને જળાભિષેક કરે છે.

  1. Bhavnagar Kashi Vishwanath: જશોનાથ મહાદેવનું શિવાલય, જ્યાં ભક્તોની દરેક સમસ્યા હલ થાય છે
  2. Jamnagar Kashi Vishwanath Temple: જામનગરનું એવું મંદિર જ્યાં દર્શન કરવાથી કર્મપીડામાંથી મળે છે મુક્તિ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.