લાખાબાવળ ગામમાં એક ગ્રામસભાનું આયોજન થતા તેઓને જાણ થવાથી તેઓએ તેમાં હાજરી આપી અને સરકારશ્રી તરફથી હાજર રહેલા પ્રતિનિધિએ તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ વિષે માહિતી આપી હતી. જે મુજબ સરકારના પ્રતિનિધિ પાસે તેઓએ તેમને લાભ મળી શકે કે કેમ? તે તપાસ કરાવતા આ આવાસ યોજનાનો લાભ તેમને મળી શકે છે તેમ જણાયું હતું. જેથી તેઓને સરકારના પ્રતિનિધિ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ બની તેઓના આંગણે આવેલ હતા તેવુ તેમની લાગણી પરથી અનુભવાયેલુ. ત્યારબાદ તેઓ દ્વારા જરૂરી તમામ દસ્તાવેજો પુરા પાડતા તેઓને આ આવાસનો લાભ વર્ષ ૨૦૧૮-૧૯માં આપેલ હતા.

જેમાં તેઓને સરકારશ્રીના પ્રતિનિધિએ કડિયા તથા જરૂરી તમામ ચીજ વસ્તુઓથી મદદ કરી હતી અને તેઓને ફાળવવામાં આવેલ આવાસ ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન તથા ટાઈપોલોજી મુજબ બે રૂમ, રસોડું અને શૌચાલય સાથે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરેલ હતું. જેથી તેઓ તથા તેમનો ચારણ પરિવાર ખૂબ જ ખૂશ છે અને તેમના જણાવ્યાં મુજબ તેઓ, હવે કોઈ પણ ઋતુમાં તેઓ તથા તેમનો પરિવાર કોઈ પણ પ્રકારની કુદરતી પરીસ્થિતીમાં તેમજ દરેક ઋતુમાં પરેશાન થયા વિના કુટુંબ કબીલા સાથે આરામથી રહી શકીએ છે.
