ETV Bharat / state

Chinese Garlic : જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં કેમ થયો ચાઇનાના લસણનો વિરોધ, જાણો

જામનગર હાપા યાર્ડમાં લોધિકા ગામના ખેડૂત દ્વારા ચાઈનાનું લસણ લાવવામાં આવ્યું હતું. જોકે, વેપારીઓને આ વાત ધ્યાને આવતા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચાઈનીઝ લસણની 50 ગુણીને પરત મોકલવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

Chinese Garlic
Chinese Garlic
author img

By

Published : Aug 12, 2023, 6:19 PM IST

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાના લસણનો વિરોધ

જામનગર : હાપા યાર્ડમાં ચાઇનાના લસણનો વિરોધ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને ખેડૂતોએ ચાઇનાના લસણનો વિરોધ દર્શાવ્યો છે. આથી ચાઇનાના લસણની 50 ગુણી માલ પરત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ચાઇનાના લસણ પર પ્રતિબંધ હોવા છતાં વેચાણ માટે હાપા યાર્ડમાં આવ્યું હતું. આ બાબત વેપારીઓને ધ્યાને આવતા તેઓએ હરાજીનો વિરોધ દર્શાવી લસણ પરત કરવા જણાવ્યું હતું.

ચીનથી ઈમ્પોર્ટ કરેલું લસણ : વાણિજ્ય મંત્રાલયે પાંચ વર્ષ પહેલા જ ચીનથી લસણના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પરંતુ હાલમાં જ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ચીની લસણ મળી આવતા ખળભળાટ મચ્યો છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચીનથી આવતા લસણનો બહારનો ભાગ દેખાવમાં તો સફેદ હોય છે. પરંતુ અંદર બીજનો ભાગ ગુલાબી કે થોડા કાળા રંગનો હોય છે. ઉપરાંત આ લસણનો આકાર મોટો હોય છે.

હાપા યાર્ડમાં લોધિકા ગામના ખેડૂત ગાડુંભાઈ સામજી પરમાર 50 ગુણી લસણ લઈને આવ્યા હતા. હરાજી વખતે વેપારીઓનું લસણ પર ધ્યાન જતા તેનો આકાર અને કદ અલગ લાગ્યું હતું. બાદમાં તે ચાઇનાનું લસણ હોવાનું ધ્યાનમાં આવતા અન્ય ખેડૂતોએ વિરોધ કર્યો હતો. બાદમાં તે ખેડૂત લસણને પરત લઇ ગયા હતા.-- હિતેશ પટેલ (સેક્રેટરી, હાપા માર્કેટિંગ યાર્ડ)

ચીની લસણ કેમ ઓળખશો ? ઉલ્લેખનિય છે કે, ચાઈનાના લસણને ક્લોરિન વડે બ્લીચ કરવામાં આવે છે. જેથી કરીને તેનો ઉપરનો ભાગ એકદમ સફેદ દેખાય છે. આ ઉપરાંત તેમાં જંતુ નાશક દવાનો પણ ઉપયોગ થાય છે. જાણકારોએ એમ પણ જણાવ્યું હતું કે, ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઝેરીલુ હોય છે. લાંબા સમયથી સુધી જો તેનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધિત બીમારી થાય છે.

પ્રતિબંધીત લસણ : જ્યારથી ચીની લસણની ખરીદી બંધ કરવામાં આવી ત્યારથી એનફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ અને ટાસ્ક ફોર્સની ટીમ તમામ બજારો અને દુકાનમાં જઈને તપાસ કરે છે. જેથી કરીને ચાઈનાનું લસણ જનતા સુધી પહોંચે નહી. તેમણે એમ પણ કહ્યું કે, આ ચીની લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘરે ઘરે આ માહિતી પહોંચાડવા માટે મીડિયા અને અખબાર દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યાં છે.

લસણના ફાયદા : લસણ એક દવા તરીકે કામ કરે છે. તેમાં ભરપૂર માત્રામાં એલ્લીસન હોય છે. તે બ્લડ પ્રેશર રોકવામાં મદદરૂપ છે. પરંતુ ચીનથી આવતા લસણમાં લાંબો સમય સુધી સ્ટોર કરવાના કારણે એલ્લીસિન રહેતુ નથી. તેમાં ફંગસ જલદી લાગે છે. અનેકવાર એમ પણ જોવા મળ્યું છે કે, તેને તાજુ રાખવા માટે ભારે પ્રમાણમાં કાસીનજનનો ઉપયોગ થાય છે.

  1. લસણ-ડુંગરીની આડમાં દારૂની હેરાફેરી, LCBએ 4 શખ્સોને પકડ્યા
  2. Surat Vegetable Thief : સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ યથાવત, લાખો રુપિયાનું લસણ ચોરાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.