જામનગર : લાલપુરના નાની રાફુદળમાં 5 એપ્રિલે અર્ચના નામની યુવતીનું ભાવેશ સોનગરાએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. અર્ચના અને ભાવેશ વચ્ચે પ્રેમ સબંધ હતો અને બર્થડે ઉજવવા માટે બંને વાડીએ ગયા હતા, ત્યાં અર્ચનાએ લગ્ન કરવાની આનાકાની કરી હતી ત્યારે ભાવેશ ઉશ્કેરાઇ ગયો હતો અને યુવતીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારતા મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને આરોપી ભાવેશ સોનગરા છેલ્લા એક મહિનાથી પોલીસથી બચવા જુદા જુદા સ્થળે નાસી જતો હતો. ત્યારે આખરે LCBએ આસામના ગૌહાટીમાંથી ઝડપી પાડ્યો છે.
શું હતો સમગ્ર મામલો : જામનગરમાં દરેડ ખાતે યુવક અને યુવતી કારખાનામાં સાથે કામ કરતા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતીના જન્મદિવસ નિમિત્તે રાફુદળ ખાતે યુવક તેના કાકાની વાડીએ યુવતીને રાત્રિના સમયે લઈ ગયો હતો. ત્યાં બંને વચ્ચે લગ્ન બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં યુવકે યુવતીની ઘાતકી હત્યા કરી હતી. જોકે હત્યા કર્યા બાદ યુવક ખંભાળિયા નાસી છૂટ્યો હતો અને ત્યાંથી તે પોરબંદર, મુંબઈ, ગોવા અને આસામના ગૌહાટી સુધી પહોંચી ગયો હતો.
Ahmedabad crime news: પાલડીમાં કાર ચઢાવી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો
Rajkot Crime: એક તરફી પ્રેમમાં પાગલ વિકૃતે તિક્ષ્ણ હથિયાર મારી મહિલાની હત્યા કરી નાખી
Bhavnagar News: ત્રણ બાળકોની હત્યા કરનારા પિતાને આજીવન કેદ, 4 વર્ષ બાદ ચુકાદો
અનેક યુવતીઓને ફસાવતો આરોપી : જામનગર LCB પોલીસને મળેલી ચોક્કસ બાદમીના આધારે આરોપીને ગોવાહાટીથી દબોચી લેવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ભાવેશ સોનગરા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમની વિરુદ્ધ રાજકોટમાં યુવતીની હત્યા કર્યાનો ગુનો નોંધાયેલો છે. તેમજ અનેક યુવતીઓને સોશિયલ મીડિયા મારફતે પણ ફસાવતો હોવાના કારણે જુદા જુદા કેસો નોંધાયા હોવાના સુત્રો મળ્યા છે. અર્ચના નામની યુવતીની હત્યા કર્યા બાદ આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. જેના કારણે ચંગા ગામના રહેવાસીઓએ બાઈક રેલી અને જામનગર જિલ્લા પોલીસવાડા પ્રમુખ ડેલુંને આવેદનપત્ર આપી અને તાત્કાલિક આરોપીને ઝડપી પાડવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.
આરોપી યુવતીને જન્મદિવસની રાત્રે ભાડે ઇકો ગાડી બાંધીને લઈ ગયો અને બાદમાં બંનેએ જન્મદિવસની ઉજવણી દરમિયાન બોલાચાલી થઈ હતી અને આરોપી ભાવેશે યુવતીના ગળા પર પહેલા હુમલો કરી બેભાન કર્યા બાદ માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી હતી - Dysp એ.જે. જાડેજા