જામનગર: જામનગર નજીકના સપડા ડેમમાં પાંચ લોકોના ડૂબી જવાના કારણે મોજ થયા ભવાની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતાં. ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર અને 108 ઘટના સ્થળે દોડી ગઈ હતી. ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
પાંચના ડૂબી જવાથી મોત: મળતી વિગતો અનુસાર આજે બપોર બાદ જામનગર શહેરના દિગ્ગજ પ્લોટ વિસ્તારમાં રહેતા મહેશભાઈ મંગે પોતાના પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. જ્યાં પરિવાર સભ્યો ડેમમાં ન્હાવા માટે પડયા હતાં. જેમાં ડૂબી જવાના કારણે પાંચ લોકોના મોતની નીપજ્યા હોવાનું સામે આવ્યો છે. ત્રણ પુરુષ અને બે મહિલા ડૂબી જવાના કારણે મોત નીપજ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા પાંચએ લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
મૃતકના નામ: સિદ્ધાર્થ મહેશભાઈ મંગે (ઉ.19), લીલાબેન મહેશભાઈ મંગે (ઉ.40), મહેશભાઈ કારાભાઈ મંગે (ઉ.41), વનીતાબેન વિનોદભાઈ દામા (ઉ.40), રાહુલ વિનોદભાઈ દામા (ઉ.17)
શું બની ઘટના?: જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા છે. યુવક મહેસાણા ખાતે એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. રાહુલ વિનોદભાઈ દામા બે દિવસ પહેલા જ પરિવારને મળવા માટે જામનગર ખાતે આવ્યો હતો. આજે પરિવારના સભ્યો સાથે ફરવા માટે નીકળ્યા હતો. રાહુલ અને તેમની માતા વનીતાબેન બંનેના એકસાથે મૃત્યુ થતા પરિવારમાં પણ વ્યાપી જવા પામી હતી. બીજી બાજુ એક જ પરિવારના પુત્ર સિદ્ધાર્થ માતા લીલાબેન અને પપ્પા મહેશભાઈ સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજતા પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.