ETV Bharat / state

Jamnagar Crime : ઓનલાઈન ફ્રોડ ! નફાની લાલચ જામનગરના વેપારીને ભારે પડી - છેતરપિંડીના ગુના

જામનગરના એક વેપારીએ વધુ નફો મેળવવાની લાલચમાં 50 લાખથી વધુ ગુમાવ્યા છે. ભેજાબાજ આરોપીઓ વેપારી પાસેથી રોકાણના બદલામાં 25 ટકા રિટર્ન આપવાનું કહી ઓનલાઇન રકમ મેળવી ગાયબ થઈ ગયા હતા. જોકે જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે પશ્ચિમ બંગાળથી ઠગ આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Jamnagar Crime : ઓનલાઈન ફ્રોડ ! નફાની લાલચ જામનગરના વેપારીને ભારે પડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 15, 2024, 7:58 PM IST

વધુ નફાની લાલચ જામનગરના વેપારીને ભારે પડી

જામનગર : જામનગરના એક વેપારીને વધુ નફો મેળવવાની લાલચ ભારે પડી છે. વેપારીને દર મહિને રોકાણના બદલામાં 25 ટકા રિટર્ન આપવાનું કહી 50 લાખનો ચૂનો લગાવનાર બે આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ મામલે જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે પશ્ચિમ બંગાળ સુધી તપાસ લંબાવીને બે આરોપીને દબોચી જામનગર લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઓનલાઈન ફ્રોડ : આ અંગે મળતી વિગત અનુસાર જામનગરનો એક વેપારી ઓનલાઇન ફ્રોડ કરતી ટોળકીની ચંગુલમાં ફસાયો હતો. આરોપીએ એક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન્સ મારફતે રોકાણ કરાવી દર મહિને 25 ટકા જેટલું રિટર્ન આપવાની લાલચ આપી વેપારી પાસેથી 50 લાખથી વધુની રકમ મેળવી હતી. આરોપીઓએ ફરિયાદી વેપારી સાથે વોટ્સએપ પર વાતચીત કરી ઇન્વેસ્ટમેન્ટ માટેની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. જેમાં ગોલ્ડ, ડાયમંડ તેમજ પ્લાસ્ટિક એમ જુદી જુદી ત્રણ કોમોડિટીમાં ઓપ્શનમાં રોકાણ કરવાની લાલચ આપી હતી.

લાખોનો ચૂનો લાગ્યો : ભેજાબાજ આરોપીઓએ આ રોકાણના બદલામાં દર મહિને 25 ટકા જેટલું રિટર્ન આપવાની જાહેરાત કરી હતી. બાદમાં નાના-નાના ત્રણ પેમેન્ટ કરાવીને ફાયદો કરાવી આપ્યો હતો. જેથી વેપારીને વિશ્વાસ બેઠો બાદમાં વધુ રોકાણની લાલચમાં કુલ 50 લાખથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આ રકમ મેળવી લીધા બાદ આરોપીઓએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી લીધો હતો. આમ ઠગ આરોપીઓ 50 લાખથી વધુનો ચૂનો લગાવી ગાયબ થઈ ગયા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ભોગ બનનાર વેપારીએ જામનગર સાયબર સેલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર પોલીસ ટીમે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.

ઠગ આરોપીઓ ઝડપાયા : સોશિયલ મીડિયાના માધ્યમથી ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસ ટીમે પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવડા શહેર સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. અંતે કલકત્તા શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય વિવેક સુશીલ કુમાર કનોરીયા અને કલકત્તાના હાવડા વિસ્તારમાં રહેતા 41 વર્ષીય ભગતસિંહ ઇન્દ્રચંદ્ર વર્માની અટકાયત કરી લીધી હતી. પોલીસે બંને આરોપીને જામનગર લાવી છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે જાણવા માટે કવાયત કરવામાં આવી રહી છે.

  1. Jamnagar police: પોલીસકર્મીને રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં વાગી ગોળી, મોટી હાનિ થતાં અટકી
  2. Jamnagar Crime : જામનગરમાં મહિલાના વાળ ખરીદવા નીકળતા અને બંધ મકાન ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.