ETV Bharat / state

જામનગરના આણંદપર ગામમાં ખેડૂતે જમીન વેચી નાણાં ઘરમાં મૂક્યાં, ઘડીકમાં થઇ ગઇ 95 લાખ રોકડની ચોરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 9, 2023, 4:38 PM IST

આણંદપર ગામમાં માત્ર પાંચ કલાક બંધ રહેલા મકાનમાંથી 95 લાખ રોકડની ઉઠાંતરીનો બનાવ સામે આવ્યો હતો. જામનગર પોલીસ, એલસીબી સહિતની ટુકડીઓ દ્વારા સીસીટીવી ફુટેજ ચેક કરાયાં છે. માત્ર પાંચ કલાક બંધ રહેલા મકાનમાં મોટો હાથફેરો થતાં તપાસનો કેમેરો જાણભેદુ તરફ મંડાઇ રહ્યો છે.

જામનગરના આણંદપર ગામમાં ખેડૂતે જમીન વેચી નાણાં ઘરમાં મૂક્યાં, ઘડીકમાં થઇ ગઇ 95 લાખ રોકડની ચોરી
જામનગરના આણંદપર ગામમાં ખેડૂતે જમીન વેચી નાણાં ઘરમાં મૂક્યાં, ઘડીકમાં થઇ ગઇ 95 લાખ રોકડની ચોરી
તપાસનો કેમેરો જાણભેદુ તરફ

જામનગર : 95 લાખની ચોરીની ઘટનામાં મળી રહેલી વિગતો મુજબ કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં માત્ર પાંચ કલાક બંધ રહેલા મકાનમાંથી 95 લાખ રોકડની ઉઠાંતરીનો બનાવ સામે આવતા ભારે દોડધામ મચી ગઇ હતી.જામનગર પોલીસ ટુકડીઓ દ્વારા એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફુટેજ ચેક કરીને એલસીબી, કાલાવડ સહિતની ટુકડીઓ દ્વારા બનાવ સંબંધે શકમંદોની સઘન પૂછપરછ આદરવામાં આવી છે.

પોલીસ ટુકડીઓ દ્વારા એફએસએલ, ડોગસ્કવોડની પણ મદદ લેવામાં આવી છે, સીસીટીવી ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. શંકાના દાયરામાં આવેલા તેમજ અન્યની સઘન પૂછપરછ અને બનાવ સબંધેની કેટલીક વિગતો મેળવવામાં આવી રહી છે. વધુમાં મળેલી માહિતી મુજબ ખેડૂતને જમીન વેચાણના પૈસા આવ્યા હતાં જે ઘરમાં હતાં. 95 લાખની ચોરી થઇ છે જયારે અન્ય રુમમાં રહેલી માતબર રકમ બચી ગઇ હોવાનું પણ જાણવામાં આવ્યું છે...જયવીરસિંહ ઝાલા, ( ડીવાયએસપી )

જમીન વેચી હતી: ખેડૂતને સંયુકત જમીન વેચાણનું અડધું પેમેન્ટ આવ્યુ હતું અને આ રકમ ઘરમાં રાખી હતી. કારણ કે અન્ય એક જમીન ખરીદવાની હતી. દરમ્યાન બનાવના દિવસે ફરિયાદી દંપતિ કૌટુંબિક ભત્રીજાના પ્રસંગમાં ગયું હતું અને ફરિયાદીના પિતા તથા ભાઇ અન્યત્ર જમીન જોવા ગયાં હતાં. આ સમયગાળામાં માત્ર પાંચ કલાક જેવા ગાળામાં હાથફેરો થતા કોઇ જાણભેદુ હોવાની આશંકાઓ દર્શાવવામાં આવી હતી.

પાંચ કલાકના ગાળામાં ચોરી: પોલીસ ફરિયાદ નોંધાવાઇ ચોરીના બનાવ અંગે અજાણ્યા ઇસમો સામે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં બેંક ઓફ ઇન્ડીયાની સામે રહેતા ખેતીકામ કરતા દીપકભાઇ ભીખાભાઇ જેસડીયા (ઉ.વ.40 ) નામના ખેડુતના મકાનમાં તા. 7 મીએ બપોરના 2 વાગ્યાથી સાંજના 5.45 વાગ્યાના સમય દરમ્યાન બંધ રહેલા રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા શખ્સે ત્રાટકીને અંદર ગેરકાયદે પ્રવેશી બેડરુમના દરવાજાનો નકુચો તોડીને કબાટમાં રહેલા રોકડા રુા. 95 લાખની ચોરી કરીને નાસી છૂટ્યો હતો.

કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઇ: મોડેથી આ અંગેની જાણ થતા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તાકીદે ટુકડીઓ સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ દીપકભાઇ જેસડીયાએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ઇસમો સામે ચોરી કર્યાંની ફરિયાદ કરી હતી. કાલાવડના પીએસઆઇ એચ. વી. પટેલ સહિતની ટુકડી દોડી ગઇ હતી, જામનગર એલસીબીનો સ્ટાફ તપાસ માટે પહોચ્યો હતો.

ચારેક શકમંદોની પૂછપરછ જારી: ડીવાયએસપી અને સીપીઆઇના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટુકડીઓ માતબર ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. સીસીટીવી ફુટેજ ચેક કરાયા હતાં. બનાવ સબંધે પોલીસે કેટલીક આશંકાઓ દર્શાવી હતી જેના આધારે આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે, દરમ્યાન 3 - 4 શકમંદોની આગવી ઢબે પૂછપરછ ચાલી રહી છે અને નજીકના સમયમાં ભેદ ઉકેલાય એવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

  1. સુરત ક્રાઈમ ન્યૂઝઃ ઘરફોડ ચોરીમાં સેન્ચ્યુરી મારનાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી
  2. Rajpipla Post Office Theft : રાજપીપળાની મુખ્ય પોસ્ટ ઓફિસમાં 21 લાખની ચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.