ETV Bharat / state

જામનગરના કલેકટર રવિશંકરે કન્ટેઈનમેન્ટ ઝોનની મુલાકાત લીધી

author img

By

Published : Apr 27, 2020, 8:11 PM IST

જામનગરના કન્ટેઈનમેન્ટ ઝોન દરેડના 90 ખોલી વિસ્તારની કલેકટર રવિશંકરે મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકોની મુલાકાત લઈ જીવનજરૂરી સવલતો વિશે સમીક્ષા કરી હતી.

જામનગરના કલેકટર રવિશંકર કન્ટેઇનમેંટ ઝોન વિસ્તારની મુલાકાત લીધી

જામનગર: જામનગરના કન્ટેઈનમેન્ટ ઝોન દરેડના 90 ખોલી વિસ્તારની કલેકટર રવિશંકરે મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકોની મુલાકાત લઈ જીવનજરૂરી સવલતો વિશે સમીક્ષા કરી હતી.

કલેકટર રવિશંકર અને કમિશ્નર સતિશ પટેલે જામનગરના કન્ટેઈનમેન્ટ ઝોન દરેડના 90 ખોલી વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં સ્થાનિક વસવાટ કરતા શ્રમિકોની મુલાકાત લઇ જીવન જરૂરી વસ્તુઓ, પાણી, દુધ વગેરેના પુરવઠા અને લોકોને નિયમિતપણે આવશ્યકવસ્તુઓ મળી રહે છે, કે કેમ તે વિશે કલેકટરએ સમીક્ષા કરી હતી.

શ્રમિકોએ કલેકટરને જીવન આવશ્યક વસ્તુઓ મળવા બાબતે સંતોષ વ્યકત કર્યો હતો. દરેડના વિસ્તારમાંથી અગાઉ ૧૪ માસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારથી આ વિસ્તારને સંપૂર્ણપણે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કલેકટર રવિશંકર દ્વારા આ વિસ્તારમાં સેનિટાઈઝેશનથી લઈ રાશનકીટનું વિતરણ કરી ત્યાંના રહેવાસી શ્રમિકોને કોઈ તકલીફ ન પડે અને સંક્રમણ અન્ય લોકોને ન લાગે તે માટેની સંપૂર્ણ તકેદારી લેવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.