જામનગર: કલેકટર દ્વારા સૈન્યની ત્રણે પાંખ આર્મી, નેવી અને એરફોર્સ સાથે કોરોના વાયરસના અનુસંધાને બેઠક યોજવામાં આવી હતી. કલેકટર સાથે જ સેનાના કેમ્પમાં બહારથી આવતા જવાન કે અન્ય કોઇ જો શંકાસ્પદ કેસ હોય તો ક્યા પગલાં લેવામાં આવશે, એ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ બેઠક અનુસાર કોરોનાનો કોઇ શંકાસ્પદ કેસ જણાય તો આર્મી પોતાના કેમ્પમાંની હોસ્પિટલમાં જ આઇસોલેશન અને ક્વોરેંટાઇન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવશે. જ્યારે નેવી અને એરફોર્સ ખાતે આઇસોલેશનની સુવિધા નિર્મિત કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણે પાંખોને કલેકટરશ્રીએ સાવચેતીના પગલાઓ લેવા તેમજ આવશ્યક સમયે તંત્ર દ્વારા અને જી.જી. હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.