જામનગરઃ રીક્ષાચાલક એમને જી.જી હોસ્પિટલમાં મૂકીને રવાના થઈ ગયો હતો. પણ પછીથી રીક્ષાચાલકને પોતાની રીક્ષામાં પડેલી પેલા ભાઈનું મશીન યાદ આવ્યું હતું. આ અંગે ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, હું સવારે અમદાવાદથી જામનગર આવ્યો હતો. એ મશીનનો ઉપયોગ સર્જરીમાં કરવામાં આવે છે. કેમેરા-દૂરબીનથી જે ઓપરેશન કરવાનું હોય ત્યાં આ બધા ઈન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે. આ મશીનથી સર્જરી કર્યા બાદ પોસ્ટ સર્જરી પેઈન ઓછું થાય છે. દર્દીને સારવાર સાથે દર્દ ઓછુ થાય છે એટલે આ બધા મશીનનો ઉપયોગ થાય છે.
આ મશીનની કિંમત આશરે દોઢેક લાખ રૂપિયા છે. રીક્ષા ચાલકે આ મશીન હોસ્પિટલના અધિકારીઓને પરત કર્યુ હતું. આમ રીક્ષાચાલકે પોતાની ઈમાનદારી દાખવી હતી અને મશીન પરત કર્યું હતું. હોસ્પિટલના સત્તાવાળાઓએ રીક્ષાવાળાની ઈમાનદારીને બિરદાવી હતી અને સન્માન પણ કર્યું હતું.