જામનગર : તાનાજી ફિલ્મમાં એક પાત્ર કે જે વાળંદ સમાજને લગતું બતાવવામાં આવ્યું છે, ત્યારે આ પાત્રને ફિલ્મમાં અભદ્ર ટિપ્પણી પણ કરવામાં આવી છે. જેમાં વાણંદ સમાજને નીચો બતાવવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
જે અંગે જામનગર ઋષિવંશી સમાજ સેવા સંઘની આગેવાનીમાં સમગ્ર વાળંદ સમાજના લોકોએ એકત્ર થઈ જિલ્લા કલેકટર કચેરી સુધી રેલી કાઢી હતી. જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ તાનાજી ફિલ્મમાં વાળંદ સમાજનું અપમાન થતી ટિપ્પણી દૂર કરવા માગ કરી હતી.