ETV Bharat / state

Jamnagar Accident: ધોરાજી- કાલાવડ હાઇવે પર ટ્રકના ટાયર નીકળતા અકસ્માત, એકને ગંભીર ઈજા

જામનગરના કાલાવડ ધોરાજી હાઇવે પર જોરદાર અકસ્માત થયો હતો. જેમાં ટ્રકના પાછળના ટાયર અથડામણ સાથે નીકળી જતા પાછળ આવતી કારને ભારે નુકસાન થયું હતું. આ ટ્રક ધોરાજીથી કાલાવડ તરફ આવી રહ્યો હતો. એ સમયે આ ઘટના બની હતી. આ અકસ્માતના કારણે સતત ધમધમતા હાઇવે પર લાંબા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. લાંબા અંતર સુધી વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળ આવી રહેલી કારની ડ્રાઇવર કેબીનનો કુડચો બોલી ગયો હતો.

Jamnagar Accident: ધોરાજી- કાલાવડ હાઇવે પર ટ્રકના ટાયર નીકળતા અકસ્માત, એકને ગંભીર ઈજા
Jamnagar Accident: ધોરાજી- કાલાવડ હાઇવે પર ટ્રકના ટાયર નીકળતા અકસ્માત, એકને ગંભીર ઈજા
author img

By

Published : May 24, 2023, 1:36 PM IST

ધોરાજી- કાલાવડ હાઇવે પર ટ્રકના ટાયર નીકળતા અકસ્માત, એકને ગંભીર ઈજા

જામનગર/ કાલાવડ: જામનગર જિલ્લાના ધોરીમાર્ગ અકસ્માતના કારણે જોખમી પુરવાર થયા છે. ફરી એક ચોક્કસ સમયના અંતે અકસ્માતની ઘટના બની છે. જેમાં કારચાલકને ગંભીર ઈજા થઈ છે. એક ટ્રક જ્યારે કાલાવડ તરફ આવી રહ્યો હતો એ સમયે અચાનક પાછળના ટાયર નીકળી જતા બરોબર પાછળ આવી રહેલી ઇકો કારનો ભોગ લેવાયો છે. જેમાં કાર ચાલકને ગંભીર ઇજાઓ થતા વધુ ટ્રીટમેન્ટ માટે જામનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અચાનક ટ્રકના પાછળના ટાયર નીકળી જતા ટ્રક ચાલકે પણ થોડા સમય માટે બેલેન્સ ગુમાવી દીધું હતું. ધોરાજી હાઇવે ફરી એક વખત ગોઝારો સાબિત થયો છે. આ રૂટ ઉપર મોટાભાગે ટ્રકની અવરજવર વધારે હોય છે. સિંગલ ટ્રેક રસ્તા ઉપર આ પ્રકારનો અકસ્માત થતાં હાઇવે પર વાહનોની લાઇન લાગી હતી. અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

ટ્રક બેકાબુ બન્યો: ગઈકાલે પૂર ઝડપે જઈ રહેલો ટ્રકના પાછળના જોટાના ચાર વિલ નીકળી જતા ટ્રક બેકાબુ બન્યો હતો. જોકે પાછળ આવી રહેલી ઇકો કાર સાથે અથડાઈ હતી. જેમાં ડ્રાઇવરને ગંભીર ઈજા પહોંચે છે. વિચિત્ર પ્રકારનું અકસ્માત સર્જાતા કાલાવડ ધોરાજી હાઇવે પર ટ્રાફિક જેમના દ્રશ્ય સર્જાયા હતા. લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. બાદમાં બચાવ કામગીરી શરૂ કરી હતી બાદમાં 108 ની મદદથી કારચાલક ડ્રાઇવરને તાત્કાલિક સારવાર આપવા માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

"કાલાવડ ધોરાજી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો.. જોકે ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત નો ગુનો નોંધવામાં આવ્યો છે" --કાલાવડ ટાઉન પોલીસના પી.એસ.આઇ

108 ની ટીમ તાત્કાલિક પહોંચી: 108ના પાયલોટ આપેલી માહિતી અનુસાર કાલાવડ ધોરાજી હાઇવે પર અકસ્માત થયો હોવાનો ફોન કોલ આવ્યો હતો. બાદમાં 108 ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.અવાર -નવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જેમાં કોઇને કોઇ રીતે બેફામ વાહનની સ્પિડ જવાબદાર જોવા મળે છે. જો કે અકસ્માતના કેસ વધવા છતા લોકો પોતાના વાહનની સ્પિડ ઓછી કરી રહ્યા નથી. જેના કારણે કોઇને પણ પરિવારના કોઇ સભ્યનો ગુમાવાનો વારો આવી શકે છે.

  1. Jamnagar News : જામનગરના નાગમતી આવાસના રહીશોને ભાડુઆતોની કનડગત, મામલો પહોંચ્યો મેયર પાસે
  2. Jamnagar News : 50થી વધુ ગુના આચરનાર જયેશ પટેલને લંડનની કોર્ટે ભારતને સોંપવાનો કર્યો હુકમ, પરંતુ...
  3. Jamnagar Crime News : જામનગરમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ, માથાભારે આરોપીઓની સમજાવટનો આવો બદલો મળ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.