ETV Bharat / state

Jamanagar Crime : શહેરના જાણીતા ડોક્ટર સાથે મેડિકલ કોલેજમાં એડમિશન કરાવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ - સમર્પણ હોસ્પિટલ

જામનગરમાં મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ થયાનો મામલો સામે આવ્યો છે. શહેરની સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબના પુત્રને એનઆરઆઇ કવોટામાં મેડીકલ કોલેજમાં એડમિશન લેવાની લાલચ ભારે પડી છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Jamanagar Crime
Jamanagar Crime
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 4:11 PM IST

શહેરના જાણીતા ડોક્ટર સાથે મેડિકલ કોલેજમાં એડમિશન કરાવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ

જામનગર : શહેરની સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતા જાણીતા ડોક્ટર સાથે 15 લાખની છેતરપિંડી થયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તબીબ પુત્રને એનઆરઆઇ કવોટામાં મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને રાજસ્થાનના ઉદયપુરના શખ્સે છેતરપિંડી કરી હતી. આથી શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

એડમીશનના નામે ઠગાઈ : જામનગરની પાર્ક કોલોની વિસ્તારમાં અને અહીંની સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. હિમાંશુ મુકુંદરાય પાઢએ ગઈકાલે સીટી-સીમાં રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા ધવલ સંઘવી નામના ઇસમ સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ફરીયાદ નોંધાવી હતી. વિગત અનુસાર ડો. હિમાંશુભાઈના પુત્રને એનઆરઆઇ કવોટામાં મેડીકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાની ધવલે લાલચ આપી હતી. ફરિયાદીનો વિશ્વાસ મેળવી લઈ અલગ અલગ સમયે કુલ રુ. 15 લાખ લઈને એડમિશન નહીં અપાવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.

રુ. 15 લાખની છેતરપિંડી : વધુમાં મળેલી વિગત મુજબ જામનગરના જાણીતા તબીબ સાથે ઉદયપુરના ધવલ સંઘવીને પરિચય થયો હતો. એ પછી તબીબ પુત્રને રાજસ્થાનમાં એનઆરઆઇ કવોટામાં એડમીશન અપાવી દેશે તેવી ખાતરી આપી હતી. જે બદલ ગત જુન માસમાં પૈસા મેળવ્યા હતા. ત્યારબાદ 24 ઓગસ્ટ 2023 સુધી તેમની સાથે અનેક ચર્ચાઓ કરવા છતા તબીબ પુત્રને કોલેજમાં પ્રવેશ અપાવ્યો ન હતો. ઠગબાજે નાણાં ખંખેરી લીધા હતા. આખરે ફરિયાદી આ મામલે પોલીસ મથક પહોંચ્યા હતા. સીટી-સી PI ચૌધરીની સુચનાથી ગુનો નોંધીને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. ચુડાસમા ચલાવી રહ્યા છે. આરોપી ધવલની શોધખોળ માટે જામનગર પોલીસ દ્વારા તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવવામાં આવ્યો છે. છેતરપીંડીનો મામલો પોલીસમાં પહોંચતા ભારે ચર્ચા જાગી છે.

  1. Jamnagar Crime : જામનગરમાં ચાંદીના દાગીના અને રોકડની ચોરી, જાણભેદુ હોવાની આશંકા સાથે પોલીસ તપાસ શરુ
  2. Surat Child Labour : સુરત શહેરમાં બાળ મજૂરી કરાવી રહેલા હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.