જામનગર ખાણ ખનીજ વિભાગે બાદનપર વિસ્તારમાં ખાનગી માલિકીની ખેતીની જમીનમાં 5,000 ટન રેતીની પરમીટની મંજૂરી આપતા વિવાદ થયો છે અને આ મામલે જોડિયા, બાદનપર, કુન્નડ વગેરે ગામના ખેડૂતોએ વિરોધ કરીને જામનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા જમીનનું ધોવાણ અટકાવવા માટે રેતીની પરમીટ આપવામાં આવી છે, પરંતુ જમીનનો કોઈ હિસ્સો નદીમાં ધોવાણ થયેલો નથી અને પરમીટમાં જે વર્ક ઓર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તે જગ્યાએ રેતી મોકલવામાં આવતી નથી.
તેમજ તેનો દુરુપયોગ કરીને રેતીનું બેફામ વેચાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરીને ખાણ-ખનીજ સામે મોટા પાયે વહિવટ કરીને આવી પરમીટો તમામ નિયમો નેવે મૂકીને આપવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ સાથે કલેક્ટરને રૂબરૂ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. છતાં જોડિયામાં બાદનપર વિસ્તારમાં ફરીથી રેતી ચોરીનો સિલસિલો શરૂ થતા ભારે હોબાળો મચી ગયો છે.