જામનગરઃ 21 જૂને દેશ અને દુનિયામાં ઉત્સાહભેર વિશ્વ યોગદિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે આ ઉજવણી સ્થિગત કરાઈ છે. જેથી લોકો યોગ એટ હોમ દ્વારા યોગદિનની ઉજવણી કરી રહ્યાં છે.
આ વર્ષે કોરોના મહામારીના કારણે વિશ્વ યોગ દિનની ઉજવણી યોગ એટ હોમની થીમ સાથે કરવામાં આવી હતી. જે અંતર્ગત ડિજિટલ યોગ શિબિરનું આયોજન પ્રીતિબેનના ઘરે કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી 500થી 600 લોકોએ યોગાસન અને પ્રાણાયામની ક્રિયાઓ શીખી હતી.