ETV Bharat / state

Navratri 2023: જામનગરમાં ધગધગતા અંગારા પર યુવકો કરી રહ્યા છે રાસ, લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા - Navratri 2023

જામનગરના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 71 વર્ષથી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો આ પરંપરા નિભાવી રહ્યા છે. આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમવામાં આવે છે.

જામનગર: ધગધગતા અંગારા પર યુવકો કરી રહ્યા છે રાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 12:49 PM IST

જામનગરમાં ધગધગતા અંગારા પર યુવકો કરી રહ્યા છે રાસ

જામનગરમાં: 71 વર્ષથી ચાલતી શ્રી પટેલ યુવક ગરબી મંડળના યુવાનો પરંપરાગત મશાલ રાસમાં અગ્નિમાં ગરબે ઘૂમી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. જામનગરમાં થતા આ રાસ ગરબાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોચે છે. આખરે ગુજરાતીઓ પોતાને ગરબા રમતા રોકી શકતા નથી. જામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા ર્માં આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રિને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે.

નવરાત્રિ પર્વની ઉજવણી: જામનગરના રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા 71 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે. આ રાસ નિહાળવો લોકોને ખૂબ પસંદ પડે એવો છે. વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા રાત્રે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની ઝલક નિહાળવા જેવી હોય છે.

રાસે લોકોમાં જબરૂ: જામનગર વિવિધ પ્રકારના ઈતિહાસ માટે જાણીતું છે. પરંતુ આ સાથે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન-અર્વાચીન ગરબીઓ દ્વારા માતા આદ્યશક્તિની આરાધનાનું મહાપર્વ નવરાત્રીને ભક્તિભાવ સાથે ઉત્સાહભર્યા માહોલમાં ઉજવવામાં આવી રહ્યું છે. જામનગરમાં પટેલ સમાજના ચોકમાં લગભગ છેલ્લા 70 વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં યુવકો દ્વારા રજુ થતાં તલવાર રાસ અને મશાલ રાસે લોકોમાં જબરૂ આકર્ષણ જમાવ્યું છે.

શિવાજીના હાલરડાં: વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયું અને ચોયણીના વસ્ત્રો પરિધાન કરીને આ ગરબી મંડળના ખેલૈયાઓને નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. લોકોના જણાવ્યા પ્રમાણે અહીંના લોકોમાં ગરબાનો ખૂબ શોખ હોય છે. જામનગરના રણજીતનગર લેઉવા પટેલ સમાજ પાસે શ્રી પટેલ યુવક ગરબી મંડળના તલવાર રાસની જામનગર વાસીઓ ભારે પ્રસંશા કરતા હોય છે. હાથમાં ખુલ્લી તલવાર સાથે શકિત અને શૌર્યના પ્રતીક સાથે ગરબે ઘુમતા ખેલૈયાઓ સૌનું મન મોહી લેતા હોય છે. 'શિવાજીના હાલરડાં' અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ના ગીતો સાથે યુવાનો જોમથી તલવાર રાસ રજૂ કરતાં હોય છે.

જોવાનો રોમાંચ: જામનગર રણજીતનગર પટેલ સમાજ પાસે યોજાતી પટેલ યુવક ગરબી મંડળમાં યુવાનો દાંતરડા, મશાલ અને તલવારથી રાસ રમે છે. મશાલ રાસમાં યુવાનો આગના ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમે છે. આ દ્રશ્ય બહુ જ નયનરમ્ય હોય છે. આ ઉપરાંત મશાલ રાસ દરમ્યાન મશાલ સાથે યુવાનો ગરબા દરમિયાન સ્વસ્તિકના પ્રતિક પણ રચે છે. જેથી લોકોમાં આ રાસ-ગરબાઓનું ખાસ વિશેષ આકર્ષણ છે. આ રાસને નિહાળવા લોકો અહીં ઉપસ્થિત થાય છે. દાંતરડા, મશાલ અને તલવારથી ખેલૈયાઓ કઈ રીતે ખુમારી સાથે રમે છે રાસ તે જોવાનો રોમાંચ જ કંઈક અલગ હોય છે.

  1. MLA Divyeshbhai Akbari : ધારાસભ્ય દિવ્યેશભાઈને 51 હજારનો ચુનો લગાવવા આવ્યા ઠગ ગુરુજી, જાણો સમગ્ર મામલો
  2. World Cotton Day : સફેદ સોનું કહેવાતો પાક કપાસ, જામનગર જિલ્લામાં કેટલા હેક્ટરમાં વાવેતર થયું વિશ્વ કપાસ દિવસ પર જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.