- હું છું જામનગર કોર્પોરેશન વૉર્ડ નંબર 4
- મારા વિસ્તારમાં ગંદકી અને ઢોર ઢાંકરનો છે ત્રાસ
- હું માડમ પરિવારનું રાજનૈતિક પ્રવેશદ્વાર પણ છું
જામનગર : હું જામનગર કોર્પોરેશન વૉર્ડ નંબર 4 આપને જાણવું કે, મારા વિસ્તારમાં મોટા ભાગની પંચરંગી પ્રજા રહે છે અને આ પ્રજાના અનેક પ્રશ્નો પણ છે. જોકે, મારા વૉર્ડમાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટર્સ હોવાના કારણે અડધા વૉર્ડમાં કામ વિકાસના કરવામાં આવ્યા છે. તો મારા અડધા વૉર્ડમાં હજૂ પણ વિકાસના કામો કરવામાં આવ્યા નથી.
માડમ પરિવારનું રાજકીય પ્રવેશદ્વાર વૉર્ડ નંબર 4
નવાગામ વિસ્તાર એ સાંસદ પૂનમ માડમ જન્મસ્થળ છે. માડમ પરિવારનું રાજકારણમાં પ્રવેશ મારા વૉર્ડમાંથી જ થયો છે. સાંસદ પૂનમ માડમના પિતા તેમજ તેમની કાકાની દીકરી અને તેમના કાકાના દીકરા મારા વિસ્તારમાંથી જ ચૂંટાઈને આવ્યા હતા. એટલે નવાગામ એ માડમ પરિવારનું રાજકીય પ્રવેશદ્વાર છે. જામનગરના રાજકારણમાં ગત ઘણા વર્ષોથી માડમ પરિવારનો દબદબો રહ્યો છે. સંસદથી લઇને સરપંચ સુધીના માડમ પરિવારના લોકો જામનગરમાં રાજ કરે છે.
મારા વૉર્ડની મુખ્ય સમસ્યા
મારા વૉર્ડમાંથી પસાર થતી ખુલ્લી ગટરો સ્થાનિકો માટે માથાના દુ:ખાવા સમાન બની છે. ખુલ્લી ગટરોના કારણે અનેક બાળકો રોગના ભોગ પણ બન્યા છે. આ સાથે વરસાદી પાણી મારા વૉર્ડની મુખ્ય સમસ્યા છે. ચોમાસા દરમિયાન નવાગામ વિસ્તારમાં વરસાદી પાણી ઘુસી જતા બોટ મારફતે લોકોને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા પડે છે. ચાલુ વર્ષે ભારે વરસાદ થવાના કારણે અનેક વખત નવાગામ વિસ્તારમાં લોકોને બચાવવા માટે બોટ મારફતે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા હતા.
રોડ રસ્તા અને પીવાનું પાણી થતા ગંદકી જેવા પ્રશ્નો ક્યારે ઉકેલાશે
આમ જોઈએ તો મારા વૉર્ડમાં મોટાભાગના રોડ-રસ્તાઓ વ્યવસ્થિત છે. તેમ છતાં પણ હજૂ અમુક જગ્યાએ રોડનું કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની અનેક વખત ઘટનાઓમાં બને છે. જેના કારણે અનેક રોગના ભોગ પણ બન્યા છે. તો કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવતા અહીં ગંદકીના ગંજ પણ જોવા મળે છે.
મુખ્ય મથકો
- એમ. પી. શાહ મેડિકલ કોલેજ
- ગુરુ ગોવિદસિંહ હોસ્પિટલ
- અંબર સિનેમા
- સોલેરિયમ
- ભીમ વાસ
- નવાગામ તળાવ
- ઇન્દિરા સોસાયટી
- મધુવન પાર્ક
- વેલનાથ નગર
- ખડખડ નગર
- દરબાર ગઢ
- આનંદ સોસાયટી
- નિર્મળ નગર
- વિનાયક પાર્ક
- રાજ રાજેશ્વરી સોસાયટી
- જલારામ પાર્ક
- નવા નાગના
- જુના નાગના
વૉર્ડ વસ્તી
- પુરૂષ - 18,906
- મહિલા - 17,154
- કુલ - 36,060
મતદારોની સંખ્યા
- પુરૂષ - 13,100
- મહિલા - 11,824
- કુલ - 24,924
વૉર્ડ 4 કોર્પોરેટર
- જડી નારણ સરવૈયા
- રચના નદાણીયા(માડમ)
- આનંદ ગોહિલ
- કેશુ માડમ