- જામનગરમાં "કોરોના અને જીવન" વિષય પર વેબીનાર યોજાયો
- આયુર્વેદિક ઉપચારથી કોરોનાને કેવી રીતે હરાવવો વિશે લોકોને સમજાવાયા
- રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ ધન્વંતરી જયંતી નિમિત્તે સમગ્ર કાર્યક્રમનું આયોજન
જામનગરઃ જામનગરમાં આયુર્વેદ વ્યાસપીઠ, ગુજરાત પ્રાન્ત, પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર અને વેદ ગર્ભ વિહારના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ધન્વંતરી જયંતિ નિમિત્તે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "કોવિડ સાથે જીવન" વિષય પર લોકોને માર્ગદર્શન આપવામમાં આવ્યું હતું. આ સાથે કોરોના સામે રક્ષણ માટે આયુર્વેદોક્ત સ્વસ્થ જીવનશૈલી તથા રક્ષણાત્મક ઉપાયો વિશે પણ લોકોને સમજાવવામાં આવ્યું હતું. વેબીનારમાં હાલ જે પ્રકારે કોરોનાની વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે ત્યારે તેમાં આયુર્વેદિક ઉપચારો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. ખાસ કરીને જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં કોરોના દર્દીઓને આયુર્વેદિક ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે અને મોટા ભાગના દર્દીઓ આયુર્વેદિક ઉપચારથી સજા પણ થઈ રહ્યા છે.
યુનિવર્સિટીમાં બનતા ઉકાળાને વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે તે મુદ્દા ચર્ચા થઈ
મહિલા વૈદ્ય સંયોજક આયુર્વેદ વ્યાસપીઠ, ગુજરાત પ્રાન્ત અને અતિથિ વૈદ્ય હિતેશ જાની, પૂર્વ પ્રિન્સીપાલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરથી જોડાયા હતા. વેબીનારમાંના મૂળમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આયુર્વેદિક યુનિવર્સિટીમાં બનતા ઉકાળાનું વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.