ETV Bharat / state

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલીકા ઉત્સવની અનોખી ઉજવણી

જામનગરઃ શહેરમાં વસતા ભોઈ સમાજ દ્વારા હોળીના પર્વની છેલ્લા 62 વર્ષથી વિશેષ ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે અહીં હોલીકા અને ભક્ત પ્રહલાદની કથા મુજબ હોલીકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કરવામા આવે છે. 2.5 ટન વજન અને 30 ફૂટ ઉંચા કદના હોલીકાના પૂતળાને આજના દિવસે હોલીકા દહનના સ્થળ પર લવાઈ છે અને રાત્રીના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 21, 2019, 12:20 PM IST

પૌરાણિક કથા અનુસાર ભોઇ જ્ઞાતિ દ્વારા જામનગરમાં હોલીકા ઉત્સવની અનોખી રીતે છેલ્લા 62 વર્ષથી ઉજવણી કરવામાં આવેછે જે શહેરના સુભાષ શાક માર્કેટ પાસેના ચોકમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે સવારે ભોઇ જ્ઞાતિના યુવાનો દ્વારા વાજતે-ગાજતે મહાકાય હોલીકાનું સરઘસ કાઢવામાં આવે છે. ત્યાર બાદ હોલીકા ચોકમાં હોલીકાનું સ્થાપન કરવામાં આવે છે. રાત્રે આમંત્રિત મહેમાનો દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યાર બાદ ઉભી કરાયેલી મહાકાય અને આકર્ષક રૂપરંગ સાથેની હોલીકાની પ્રતિમા સાથે સરઘસ નિકળી ભોઇવાડા આવી હતી. અને અંતે રાતે 9 વાગે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.

જૂઓ વીડિયો

જામનગરના સંસદ પૂનમ માડમ પણ દર વર્ષે આ ઉજવણી માટે જરૂરી મદદ પુરી પાડે છે. ગુજરાતમાં એકમાત્ર જામનગરની સમસ્ત ભોઇ જ્ઞાતિ દ્વારા ઉજવવામાં આવતા આ હોલીકા ઉત્સવમાં ધાર્મિક ગ્રંથોમાં હોલીકા દહન અને પ્રહલાદના થયેલા ચમત્કારિક બચાવનો ઘટનાક્રમ આબેહુબ રીતે રજૂ કરવામાં આવે છે. આ પ્રસંગને નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. ઢોલના તાલે અને ડી.જે. ના સંગીતના સથવારે લોકો નાચ-ગાન કરતા હોય છે અને અબિલ-ગુલાલ ઉડાડતા લોકો જોવા મળ્યા હતાં.

આવું અનોખું આયોજન સતત 62મી વખત થયુ હતું.ઉલ્લેખનીય છે કે, આ હોળી તૈયાર કરવામાં 1 મહિના જેટલો સમય લાગી જતો હોય છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હોળીની આ ઉજવણી માટે તમામ જરૂરી મદદ પુરી પાડવામાં આવે છે.આમ હોલિકા દહનમાં દેશ વિદેશથી ભોઈ સમાજના લોકો જામનગર આવે છે. તેમજ આ પ્રસંગે કૃષિ પ્રધાન આર. સી ફળદુ અને રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગરમાં વસતા ભોઈ સમાજ દ્વારા હોળીના પર્વની છેલ્લા 62 વર્ષથી વિશેષ ઉજવણી કરવામાં આવે છે. શહેરના ભોઈના ઢાળીયા વિસ્તારમાં વસતા ભોઈ સમાજના લોકો માટે હોળીનો તહેવાર સૌથી મોટો ગણાય છે. હોળીના દિવસે અહીં હોળીકા અને ભક્ત પ્રહલાદની કથા મુજબ હોળીકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કરવામા આવે છે. 2.5 ટન વજન અને 30 ફૂટ ઉંચા કદના હોળીકાના પૂતળાને આજના દિવસે હોળીકા દહનના સ્થળ પર લવાઈ છે અને રાત્રીના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. તેમજ આ આગ સામે પણ ભક્ત પ્રહલાદ જીવિત જ રહે છે.

ભોઈ સમાજ દ્વારા 62 વર્ષથી હોલીકા ઉત્સવની અનોખી ઉજવણી

આ પૌરાણિક કથા અનુસાર ભોઇ જ્ઞાતિ દ્વારા જામનગરમાં હોલીકા ઉત્સવની અનોખી રીતે છેલ્લા 62 વર્ષથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કયાંય પણ હોળીની આ રીતે ઉજવણી થતી નથી. આ કાર્યક્રમ શહેરના સુભાષ શાક માર્કેટ પાસેના ચોકમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે સવારે ભોઇ જ્ઞાતિના યુવાનો દ્વારા વાજતે-ગાજતે મહાકાય હોલીકાનું સરઘસ કાઢવામાં આવે છે. બપોર બાદ હોલીકા ચોકમાં હોલીકાનું સ્થાપન કરવામાં આવે છે. રાત્રે આમંત્રિત મહેમાનો દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે મુજબ આજે સવારે 11 વાગ્યે ધુંવાવના નાકા પાસે આવેલ ભોઇ જ્ઞાતિની વાડીમાં દિવસોની મહેનત બાદ ઉભી કરાયેલી મહાકાય અને આકર્ષક રૂપરંગ સાથેની હોલીકાની પ્રતિમા સાથે સરઘસ નિકળી ભોઇવાડા આવી પહોંચશે. બપોર બાદ સુભાષ શાક માર્કેટ પાસેના ચોકમાં હોલીકાનું સ્થાપન કરવામા આવ્યું હતું અને રાતે 9 વાગે હોલિકા દહન કરવામાં આવ્યું હતું... 

ભોઈના ઢાળીયા વિસ્તારમાં આયોજીત થતાં આ હોળીકા ઉત્સવમાં સામેલ થવા માટે શહેરીજનો ઉપરાંત ઠેર-ઠેરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જામનગરના સંસદ પૂનમ માડમ પણ દર વર્ષે આ ઉજવણી માટે જરૂરી મદદ પુરી પાડે છે. ગુજરાતમાં એકમાત્ર જામનગરની સમસ્ત ભોઇ જ્ઞાતિ દ્વારા ઉજવવામાં આવતા આ હોલીકા ઉત્સવમાં ધાર્મિક ગ્રંથોમાં હોલીકા દહન અને પ્રહલાદના થયેલા ચમત્કારિક બચાવનો ઘટનાક્રમ આબેહુબ રીતે રજૂ કરવામાં આવે છે. આ પ્રસંગને નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. ઢોલના ધબકાર અને ડી.જે. ના સંગીતના સથવારે લોકો નાચ-ગાન કરતા હોય છે અને અબિલ-ગુલાલ છોળ ઉડાડતા હોય છે. 
આવું અનોખું આયોજન સતત 62મી વખત થવા જઈ રહ્યું છે. જેમાં હોલીકાના ખોળામાં બેઠેલા પ્રહલાદને ઉચકી બચાવી લેવામાં આવશે. અને તુરંત હોલીકા અગ્નિમાં ભસ્મ થઇ જશે. નરી આંખે આ પ્રસંગ જોવો તે ખરેખર એક અદભૂત લ્હાવો છે. ઉલ્લેખનીય છે કે, આ હોળી તૈયાર કરવામાં 1 મહિના જેટલો સમય લાગી જતો હોય છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હોળીની આ ઉજવણી માટે તમામ જરૂરી મદદ પુરી પાડવામાં આવે છે.આમ હોલિકા દહન માં દેશ વિદેશથી ભોઈ સમાજના લોકો જામનગર આવે છે..આ પ્રસંગે કૃષિ પ્રધાન આર સી ફળદુ ,રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.