ETV Bharat / state

જોડિયાના બાલભામાં ગોળી મારીને ઉપસરપંચની હત્યા કરનારો હિરેન ચાવડા ઝડપાયો

જોડિયા તાલુકાના બાલંભા ગામના બસ સ્ટેન્ડ પાસે દિન દહાડે રેતીની લીઝ ચાલુ રાખવા મામલે પૈસાની માંગણીમાં ચાર શખ્સોએ ઉપસરપંચ ઉપર ધડાધડ ફાયરીંગ કરીનેે હત્યા નિપજાવી હતી. આ મામલે LCBએ એક શખ્સને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Jamnagar
Jamnagar
author img

By

Published : May 7, 2021, 10:53 PM IST

જોડિયાના બાલભામાં ગોળી મારીને ઉપસરપંચની હત્યા કરનારો હિરેન ચાવડા ઝડપાયો

પોલીસે આરોપીને દબોચીને રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી

બાલભામાં ગ્રામ પચાયતમાં ખેલાયો હતો ખૂની ખેલ

જામનગર: જોડિયા તાલુકાના બાલંભા ગામના બસ સ્ટેન્ડ પાસે દિન દહાડે રેતીની લીઝ ચાલુ રાખવા મામલે પૈસાની માંગણીમાં ચાર શખ્સોએ ઉપસરપંચ ઉપર ધડાધડ ફાયરીંગ કરીનેે હત્યા નિપજાવ્યાના બનાવમાં LCBએ એક શખ્સને દબોચી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રેલીની લિઝ મામલે ધમકી આપ્યા બાદ કર્યું મર્ડર

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રેતીની લીઝ ચલાવવા માટે પૈસા આપવા પડશે તે બાબતનો ખાર રાખી ગત 1 તારીખે અયુબ જુસબ જસરાયા અને અસગર હુશેન કમોરા તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ બંદૂક, તલવાર અને ધારિયા સાથે ધસી આવી બસ સ્ટેન્ડ પાસે ઉપસરપંચ કાંતિભાઈ માલવિયા ઉપર ધડાધડ ફાયરીંગ કરી અને તેના ભાઈ નિલેશ ઉપર ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બાદમાં કાંતિભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈ નિલેશની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસેથી હિરેન ચાવડાને LCBએ દબોચ્યો

આ હત્યાના બનાવમાં નાસતો ફરતો હિરેન અરજણ ચાવડા નામનો શખ્સ જામનગરમાં ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસે હોવાની LCBના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે PI કે.જી.ચૌધરી તથા SOG PI એસ.એસ. નિનામા તથા PSI કે.કે. ગોહિલ તથા આર.બી. ગોજિયા તથા બી.એમ. દેવમુરારી સહિતના સ્ટાફે હિરેનને દબોચી લઇ રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.