- પરડવા ગામની જમીન પ્રકરણમાં હાઇકોર્ટે જમીનની માપણીના આપ્યા આદેશ
- પોલીસ બંદોબસ્ત સાથે રિસર્વેની કામગીરી કરાઇ
- વન વિભાગની 1,250 વિઘા જમીનમાં દબાણો
જામનગરઃ જામજોધપુર તાલુકાના પરડવા ગામે ફાળવવામાં આવેલી જમીન અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. PIL 168/2018 અન્વયે હાઈકોર્ટના ઑર્ડર મુજબ વન વિભાગ, રેવન્યુ વિભાગ અને DILR દ્વારા ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે માપણી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નામદાર હાઈકોર્ટ દ્વારા જમીનની માપણી કરવા આદેશ
જામજોધપુર તાલુકાના પરડવા ગામે સરકારી જમીન ફાળવવા સામે પરડવા ગ્રામ પંચાયત દ્વારા હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પ્રકરણ બહુ ચર્ચિત બન્યું હતું જે અંતર્ગત નામદાર હાઈકોર્ટ દ્વારા જમીનની માપણી કરવા આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈને તંત્ર દ્વારા માપણીના આયોજન માટે વન વિભાગ તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને બાદમાં પરડવા ગામે આવેલી આ જમીનની માપણી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.