ધુળેટીના પર્વમાં જામનગરની જનતાની સાથે રંગે રંગાવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પાર્ટીપ્લોટમા પહોંચ્યા હતા.ત્યાર બાદ હાર્દિક પટેલ પણ ધુળેટીની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા હતા. જ્યાં હાર્દિકનો લોકોએ મોદી-મોદીના નારા લગાવી સ્વાગત કર્યું હતું.
છેલ્લા ત્રણ દિવસથી હાર્દિક પટેલે જામનગરમાં ધામા નાખ્યા છે. તે દરમિયાન હાર્દિક અને કોંગ્રેસ કાર્યકરોને જનતાનો વિરોધ મળી રહ્યો છે. જેના કારણે કાર્યકરોમાં લોકસભાની ચૂંટણીને લઇને ચિંતા વ્યાપી રહી છે.
મહત્વનું છે કે હાર્દિક પટેલ માટે 2019ની લોકસભા ચૂંટણી સાથે રાજકીય કારકિર્દીનીશરુઆત થવા જઇ રહી છે. ત્યારે શરૂઆતનાં સમયમાં થતા વિરોધ ચિંતાજનક છે.