ETV Bharat / state

જામનગરમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ગુરુનાનક જયંતીની કરાઈ ઉજવણી - સરકારી હોસ્પિટલ

જામનગર શહેરમાં મોટી સંખ્યામાં શિખ સમુદાયના લોકો રહે છે. એટલે તો શહેરની સરકારી હોસ્પિટલનું નામ પણ ગુરુગોવિદ સિંઘ હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. જામનગરમાં ગુરુ નાનકની જન્મ જયંતીની સાદગીપૂર્ણ રીતે ઊજવણી કરવામાં આવી છે.

જામનગરમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ગુરુનાનક જયંતી ઊજવાઈ

author img

By

Published : Dec 1, 2020, 1:25 PM IST

  • જામનગરમાં ગુરુ નાનકની જન્મ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી
  • કોવિડ ગાઈડલાઈનનું કરવામાં આવ્યું સંપૂર્ણપણે પાલન
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મોટા ભાગના કાર્યક્રમ મોકૂફ

જામનગરઃ ગુરુદ્વારા સંઘસભા દ્વારા ગુરુનાનક દેવજીની 551મી જન્મ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગુરુદ્વારામાં 28 નવેમ્બરે અખંડ પાઠનો આરંભ કરવામાં આવ્યો હતો. આજે તેની પૂર્ણાહૂતિ કરવામાં આવી છે ત્યારબાદ શબ્દ કિર્તન આયોજન પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીને ધ્યાને લઈ સરકારની કોવિડ ગાઈડલાઈનને અનુસરીને ગુરુદ્વારા કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે, સવારે 11 વાગ્યે કાર્યક્રમો સંપૂર્ણ સમાપ્તિ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારીને જોતા લંગર આયોજન મોકૂફ રાખવામાં આવ્યું હતું. આમ તો દર વર્ષે ધૂમધામ પૂર્વક ગુરુનાનકની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવતી હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારી હોવાથી મોટા ભાગના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

જામનગરમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ગુરુનાનક જયંતી ઊજવાઈ
જામનગરમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે ગુરુનાનક જયંતી ઊજવાઈ
પ્રભાત ફેરીનો કાર્યક્રમ પણ મોકૂફ રખાયોજામનગર ગુરુદ્વાર સંઘસભા દ્વારા દર વર્ષે પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ લોકોની વધુ પડતી ભીડ ન થાય તે માટે આ વખતે પ્રભાત ફેરીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો, તો ગુરુદ્વારામાં પ્રવેશતા જ કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. તેમ જ લોકોનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. સાથે સાથે હેન્ડ સેનિટાઈઝર અને ફરજિયાત માસ્ક પહેરી ગુરુદ્વારામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.