દક્ષિણ નૌસેનાના વડા વાઈસ એડમીરલ અનિલકુમાર ચાવલા અને તેમના પત્ની સપના ચાવલા નૌસેનાના પ્રશિક્ષણ સંસ્થા વાલસુરાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન એડમીરલ વાલસુરાના પરીક્ષણ સંસ્થાનની મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન વાઇસ એડમિરલે વાલસુરામાં પ્રશિક્ષણ સુવિધા અને સર્જનાત્મક પરિયોજનાનું નિરીક્ષણ કર્યુ હતું. વાલસુરા અધિકારીઓએ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને એનાલીટીકલ ક્ષેત્રમાં લેવાયેલા પગલાંની વાઇસ એડમિરલને જાણકારી આપી હતી. રડાર અને ઇલેક્ટ્રોનિક પ્રણાલી પ્રત્યક્ષ બતાવી હતી.
વાઇસ એડમિરલ ડેટા કોમ્યુનિકેશન કંટ્રોલ અને વિદ્યુત ચુંબકત્વ ક્ષેત્રમાં ઉત્તમ પ્રશિક્ષણ સુવિધાને બિરદાવી હતી. વાલસુરાના જવાનો અને અધિકારીઓએ કોને આવાસ અર્પણ કર્યા હતા. આ તકે પાણીના શુદ્ધિકરણ હેતુ માઇક્રોબિયલ ફિલ્ટરેશન પ્લાન્ટ અને મિયાવાકી ગાર્ડન વાસીઓને સમર્પિત કરવામાં આવ્યા છે.