ETV Bharat / state

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ મતાધિકારનો પોતાના ઘર આંગણેથી જ પોસ્ટલ બેલેટનો કર્યો ઉપયોગ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે દિવસોની ગણતરી રહી હોવાથી લોકો અને તંત્ર તૈયારીમાં આવી ચૂચ્યા છે.એવામાં જામનગર જિલ્લામાંથી જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહે ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પોતાના મતાધિકારનો (Postal Ballot Right) ઉપયોગ કર્યો હતો.

જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ મતાધિકારનો પોતાના ઘર આંગણેથી જ પોસ્ટલ બેલેટનો કર્યો ઉપયોગ
જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ મતાધિકારનો પોતાના ઘર આંગણેથી જ પોસ્ટલ બેલેટનો કર્યો ઉપયોગ
author img

By

Published : Nov 21, 2022, 5:52 PM IST

જામનગર આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે. ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા સંબંધી કે નાત જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ. આ શબ્દો છે જામનગરના જામ સાહેબ શત્રુશૈલ્યજીસિંહના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ"... આ શબ્દો છે જામનગરના જામ સાહેબના

ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા (Special facility of voting by postal ballot) ઉભી કરાઈ છે.

દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જામસાહેબ દ્વારા અનુરોધ કર્યો

જિલ્લા ચૂંટણી તંત્રની સુવિધા ત્યારે આજરોજ જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી 78 તથા પ્રાંત અધિકારી ડી.ડી. શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર (District Election System) દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.

પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાન આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર (Jamnagar District Collector) ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર (Election System from Jamnagar District) દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.