ETV Bharat / state

GST બીલના ધાંધિયા:જે 16 મહિનામાં નથી થયું તે હવેના 16 દિવસોમાં કેમ થશે? - gujarati news

જામનગર: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્ષીસના વડા શ્રી પી.કે. દાસ સાહેબ દ્વારા તારીખ ૦૬ ઓગષ્ટના રોજ ડીપાર્ટમેન્ટલ ઓર્ડર બહાર પાડ્યો હતો. તેમની હેઠળના તમામ અધિકારીઓને GSTના વર્ષ ૧૭-૧૮ના વાર્ષિક પત્રકો કેમ ભરવા તે બાબતે વેપારીઓને જાગૃત કરવા માટેનું સુચન આપ્યું છે.

GST બીલના ધાંધિયા:જે 16 મહિનામાં નથી થયું તે હવેના 16 દિવસોમાં કેમ થશે?
author img

By

Published : Aug 10, 2019, 6:31 AM IST

શ્રી દાસ સાહેબનો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં અમુક ચોકાવનારી વાતો પર ધ્યાન ખેંચે છે.

પત્રમાં ત્રણ પત્રકો બાબતે જણાવાયેલ છે. જેમાં GSTR9, GSTR9A અને GSTR9C પત્રકનો સમાવેશ થયો છે.

GST બીલના ધાંધિયા:જે 16 મહિનામાં નથી થયું તે હવેના 16 દિવસોમાં કેમ થશે?

GST વિશે થોડી માહીતી

  • GSTR9 દરેક સામાન્ય વેપારીઓએ ભરવાનું વાર્ષિક પત્રક છે.
  • GSTR9A એ GSTના સ્થાને લંબસમ વેરો (કમ્પોઝીશન સ્કીમ) અપનાવનારા નાના વેપારીઓએ ભરવાનું વાર્ષિક પત્રક છે.
  • GSTR9C એ મોટા વેપારીઓ એટલે કે જેઓનું ટર્નઓવર ૨ કરોડથી વધુ છે. તેઓએ ચાર્ટડ એકાઉન્ટ ટસ અથવા કોસ્ટ એકાઉન્ટેન્ટ પાસેથી મેળવી ઓનલાઇન અપલોડ કરવાનું પ્રમાણપત્ર છે.
  • GSTR9C ભરવા જવાબદાર વેપારીઓએ GSTR9 પણ ભરવાનું જ હોય છે.

ડીપાર્ટમેન્ટલ ઓર્ડરમાં જણાવ્યા મુજબ તારીખ ૦૩ ઓગષ્ટ સુધીમાં
GSTR9 ૧૪૮૫૮૬૩, GSTR9A ૪૩૩૧૪૮, GSTR9C ૧૧૩૩૪ સાદર થયેલ છે.

CAGના રિપોર્ટ અનુસાર એક નજર કુલ જવાબદાર વેપારઓ પર કરીએ તો,

CAG રીપોર્ટ મુજબ ડીસેમ્બર ૧૮ના રોજ ૯૯૦૧૯૯૭ વેપારીઓ GSTR1 ભરવા જવાબદાર હતા. આ એવા વેપારીઓ છે જેઓએ GSTR9 ભરવું પડે. આથી એક અંદાજ મુજબ આ પત્રક ૩ ઓગષ્ટ સુધીમાં માત્ર ૧૬% જેટલા વેપારીઓ એ જ સાદર કરેલ છે. CAG રીપોર્ટ મુજબ ડીસેમ્બર ૧૮મા ૧૭૫૭૯૧૯ વેપારીઓ એવા હતા કે જેઓ કમ્પોઝીશનનો વિકલ્પ અપનાવેલ હતો અને તેથી GSTR9A ભરવા જવાબદાર છે. આથી એક અંદાજ મુજબ ૨૭% જેટલા લોકોએ આ પત્રક ભરેલ છે.

ભારતમાં ૨ કરોડ કરતા વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ કેટલા છે તેનો કાયદેસરનો આંકડો મેળવવો મુશ્કેલ છે. તેથી તત્કાલીન નાણાપ્રધાન જેટલી સાહેબે કરેલ પ્રેસ કોન્ફરન્સની જાહેરાતો તથા ઇન્કમ ટેક્ષ કાયદા હેઠળ કરાયેલ ઓડીટોની સંખ્યાને સાપેક્ષ રાખીએ તો કહી શકાય કે, GSTR9C લગભગ ૧% થી ૩% સુધી વેપારીઓ જ ભરી શક્યા છે. આ ત્રણેય ફોર્મસ, તેની હકીકત અને ધારણા વર્ષ ૧૭-૧૮ને લગતી છે. તેથી કહી શકાય કે જે ફોર્મસ વેપારીઓએ ૦૧ એપ્રિલ ૨૦૧૮ થી ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધીમાં ભરવાના હતા તે ૧૬ મહીના પછી પણ ખુબ જ ઓછા ભરાયેલ છે.

શ્રી દાસ સાહેબ સદર પત્ર દ્વારા કહે છે કે, લોકોમાં જાગ્રુતિ લાવો. પરંતુ જે ૧૬ મહિનામાં નથી થયું તે હવેના ૧૬ દિવસોમાં કેમ થશે? બીજુ શું સરકારી તંત્ર એટલું જાગ્રુત કે જ્ઞાની છે કે તે આવડું મોટું અભિયાન પુર્ણ કરી શકે? વેપારીઓ (ખાસ કરીને મોટા) શા માટે કમ્પલાયન્સ નથી કરી રહ્યા તે સરકારે વિચારવું જ રહ્યું. આગામી ૩૧ ઓગષ્ટ કે જે આ પત્રકો સાદર કરવાની છેલ્લી તારીખ છે તે પહેલા વેપારીઓ
કોઇ રાહત મેળવશે?

શું ૧૭-૧૮ ના પત્રકોની ફરી મુદત વધશે? જો વધશે તો સરકાર પોતાના ૧૭-૧૮ ની આવકનો ચોપડો ક્યારે પુરો કરશે? વર્ષ ૧૮-૧૯ નું શું? તેના વાર્ષિક પત્રકો ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર છે, તે પહેલા સરકારને કેટલા ટકા કમ્પલાયન્સ મળશે? કે પછી તેની પણ મુદતો વધતી જ જશે? શું ફોર્મમાં સુધારા થવાની કોઇ ફાયદો થશે? શું સરકારે કર વ્યવસાયિકોને પ્રોત્સાહિત કરવા પડશે? શું સરકાર બહુમતીમાં રહેલ દરેક વેપારીઓ કે જેઓએ પોતાના પત્રકો અથવા પ્રમાણપત્રો દાખલ કરવામાં ચુક કરેલ છે તે દરેક વેપારીઓને દંડીત કરશે?

Intro:Gj_jmr_04_gst bil_pkg_7202728_mansukh

GST બીલના ધાધિયા:જે 16 મહિનામાં નથી થયું તે હવેના 16 દિવસોમા કેમ થશે?

બાઈટ:અક્ષત શાહ,એડવોકેટ
ગુલાબ ચૌધરી,સહાયક રાજ્ય વેરા કમિશનર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્ષીસ ના વડા શ્રી પી.કે. દાસ સાહેબ દ્વારા તારીખ ૦૬ ઓગષ્ટ ના રોજ ડીપાર્ટમેન્ટલ ઓર્ડર બહાર પાડ્યો હતો અને પોતાના તાબાના અધિકારીઓને GST ના વર્ષ ૧૭-૧૮ ના વાર્ષિક પત્રકો કેમ ભરવા તે બાબતે શિખવાડવા અને વેપારીઓ વધારેને વધારે પત્રકો ભરે તે માટે જાગ્રુતિ ફેલાવવા માટે કહેવામા આવ્યું છે.

શ્રી દાસ સાહેબનો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...આ પત્રમાંઅમુક ચોકાવનારી વાતો પર ધ્યાન ખેંચે છે.

પત્રમાં ત્રણ પત્રકો બાબતે જણાવાયેલ છે.
GSTR9, GSTR9A અને GSTR9C.

આ પત્રક GST વિષે થોડી માહીતી...
GSTR9 દરેક સામાન્ય વેપારીઓએ ભરવાનું વાર્ષિક પત્રક છે.

GSTR9A એ GSTના સ્થાને લંબસમ વેરો (કમ્પોઝીશન સ્કીમ) અપનાવનારા નાના વેપારીઓ એ ભરવાનું વાર્ષિક પત્રક છે.

GSTR9C એ મોટા વેપારીઓ એટલે કે જેઓનું ટર્નઓવર ૨ કરોડથી વધુ છે તેઓએ ચાર્ટડ એકાઉન્ટ ટસ અથવા કોસ્ટ એકાઉન્ટેન્ટ પાસેથી મેળવી ઓનલાઇન અપલોડ કરવાનું પ્રમાણપત્ર છે. GSTR9C ભરવા જવાબદાર વેપારીઓએ GSTR9 પણ ભરવાનું જ હોય છે.

ડીપાર્ટમેન્ટલ ઓર્ડરમા જણાવ્યા મુજબ તારીખ ૦૩ ઓગષ્ટ સુધીમાં
GSTR9 ૧૪૮૫૮૬૩ સાદર થયેલ છે.
GSTR9A ૪૩૩૧૪૮ સાદર થયેલ છે.
GSTR9C ૧૧૩૩૪ સાદર થયેલ છે.

હવે, એક નજર કુલ જવાબદાર વેપારીઓ પર નાખીએ તો આપણી પાસે CAG નો તાજેતરનો રીપોર્ટ છે જેમાં વેપારીઓની સંખ્યા લખેલ છે અને તે સિવાય બીજુ કઇ નથી.

CAG રીપોર્ટ મુજબ ડીસેમ્બર ૧૮ ના રોજ ૯૯૦૧૯૯૭ વેપારીઓ GSTR1 ભરવા જવાબદાર હતા; આ એવા વેપારીઓ છે જેઓએ GSTR9 ભરવું પડે. અને આથી એક અંદાજ મુજબ આ પત્રક ૩ ઓગષ્ટ સુધીમાં માત્ર ૧૬% જેટલા વેપારીઓ એ જ સાદર કરેલ છે.
CAG રીપોર્ટ મુજબ ડીસેમ્બર ૧૮ મા ૧૭૫૭૯૧૯ વેપારીઓ એવા હતા કે જેઓ કમ્પોઝીશન નો વિકલ્પ અપનાવેલ હતો અને તેથી GSTR9A ભરવા જવાબદાર છે. અને આથી એક અંદાજ મુજબ ૨૭% જેટલા લોકોએ આ પત્રક ભરેલ છે.

ભારતમાં ૨ કરોડ કરતા વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ કેટલા છે તેનો કાયદેસરનો આંકડો મેળવવો મુશ્કેલ છે; તેથી તત્કાલીન નાણામંત્રીશ્રી જેટલી સાહેબે કરેલ પ્રેસ કોન્ફરન્સની જાહેરાતો તથા ઇન્કમ ટેક્ષ કાયદા હેઠળ કરાયેલ ઓડીટો ની સંખ્યાને સાપેક્ષ રાખીએ તો કહી શકાય કે GSTR9C લગભગ ૧% થી ૩% સુધી વેપારીઓ જ ભરી શક્યા છે.

આ ત્રણેય ફોર્મસ, તેની હકીકત અને ધારણા વર્ષ ૧૭-૧૮ ને લગતી છે અને તેથી કહી શકાય કે જે ફોર્મસ વેપારીઓએ ૦૧ એપ્રિલ ૨૦૧૮ થી ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધીમાં ભરવાના હતા તે ૧૬ મહીના પછી પણ ખુબ જ ઓછા ભરાયેલ છે.

શ્રી દાસ સાહેબ સદર પત્ર દ્વારા કહે છે; કે લોકોમાં જાગ્રુતિ લાવો. પરંતુ જે ૧૬ મહિનામાં નથી થયું તે હવેના ૧૬ દિવસો મા કેમ થશે?

બીજુ શું સરકારી તંત્ર એટલું જાગ્રુત કે જ્ઞાની છે કે તે આવડું મોટું અભિયાન પુર્ણ કરી શકે?

વેપારીઓ (ખાસ કરીને મોટા) શા માટે કમ્પલાયન્સ નથી કરી રહ્યા તે સરકારે વિચારવું જ રહ્યુ.

આગામી ૩૧ ઓગષ્ટ કે જે આ પત્રકો સાદર કરવાની છેલ્લી તારીખ છે તે પહેલા વેપારીઓ
કોઇ રાહત મેળવશે?

શું ૧૭-૧૮ ના પત્રકોની ફરી મુદત વધશે? જો વધશે તો સરકાર પોતાના ૧૭-૧૮ ની આવકનો ચોપડો ક્યારે પુરો કરશે?

વર્ષ ૧૮-૧૯ નું શું? તેના વાર્ષિક પત્રકો ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર છે, તે પહેલા સરકારને કેટલા ટકા કમ્પલાયન્સ મળશે? કે પછી તેની પણ મુદતો વધતી જ જશે?

શું ફોર્મ મા સુધારા થવાની કોઇ ફાયદો થશે?
શુ સરકારે કર વ્યવસાયિકોને પ્રોત્સાહિત કરવા પડશે?

શુ સરકાર બહુમતીમાં રહેલ દરેક વેપારીઓ કે જેઓએ પોતાના પત્રકો અથવા પ્રમાણપત્રો દાખલ કરવામાં ચુક કરેલ છે તે દરેક વેપારીઓને દંડીત કરશે?Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.