કાલાવાડ નગરપાલિકામાં કરોડો રૂપિયા બજેટ ઠલવાયા બાદ પણ સ્થાનિકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. પાલિકા પાસે પાણી શુદ્ઘ કરવાના 2 ફિલ્ટર પ્લાન્ટ હોવા છતા તંત્રની અણઆવડતને કારણે લોકો આરોગ્ય માટે હાનિકારક પાણી પીવા માટે મજબૂર છે.
ફિલ્ટર પ્લાન્ટ 6 વર્ષથી બંધ હોવા છતા તેના સમારકામ અને દેખરેખ ઉપરાંત ક્લોરિન અને ફટકડીના બિલ બનાવી પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.