જામનગર: સૈનિક સ્કૂલ બાલાચડી પણ આગામી શૈક્ષણિક સત્રથી છઠ્ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. કુલ ખાલી જગ્યાના દસ ટકા અથવા ઓછામાં ઓછા દસ જગ્યામાં જે વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે. છોકરીઓ માટે સ્કૂલે એક વિશેષ છાત્રાલય રાખેલ છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
- અભ્યાસની સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ તે જ રીતે આપવામાં આવશે, જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટીંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે.
- આગામી શૈક્ષણિક સત્ર માટેની પ્રવેશ પરીક્ષાના ફોર્મ 20 ઓક્ટોબર 2020 થી 19 નવેમ્બર 2020 દરમિયાન ઓનલાઈન ભરાશે. પ્રવેશ પરીક્ષા 10 જાન્યુઆરી 2021 (રવિવાર)ના રોજ યોજાશે. પ્રવેશ પ્રક્રિયા વિશેની સંપૂર્ણ જાણકારી www.nta.ac.in પર મેળવી શકાશે અને રસ ધરાવતા ઉમેદવારો https://aissee.nta.nic.ac.in ઉપર ઓનલાઈન અરજી કરી શકશે.
- આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાચડીમાં છોકરીઓ અને છોકરાઓ માટે પ્રવેશ માત્ર છઠ્ઠા ધોરણમાં જ મળશે, નવમા ધોરણમાં નહીં મળે.