જામનગરમાં મેડિકલ કૉલેજના 30થી વધુ વિદ્યાર્થીઓ ડેન્ગ્યુના ભોગ બન્યા છે. તમામને સારવાર અપાી રહી છે. ગઈકાલે 70થી વધુ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગર મહાનગર પાલિકા તેમજ વહીવટી તંત્ર દ્વારા ડેન્ગ્યુને નાથવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. છતાં પણ ડેન્ગ્યુના આંકડા વધતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જામનગર શહેરમાં હજુ પણ ઘણી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા છે. જેના કારણે ડેન્ગ્યુના મરછરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. અન્ય જિલ્લાઓની સરખામણીએ જામનગરમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.
જામનગર શહેરમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કારણે 14 મોત થયા છે .જેમાંથી 11ના મોત જામનગરની જી.જી.હોસ્પિટલમાં થયા છે તો બે મોત રાજકોટ અને અમદાવાદની હોસ્પિટલમાં થયા છે. આમ કુલ મૃત્યુઆંક 14 થયો છે.