ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં માઈગ્રેટરી તથા રહેવાસી પક્ષી વેટલેન્ડ બર્ડ ક્રેઇન્સને કેન્દ્રમાં રાખી વૈજ્ઞાનિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ યુનિવર્સિટી, તેમજ સરકારી રિસર્ચ સંસ્થાના રિસર્ચ કરનારા ગુજરાત વન વિભાગના સ્ટાફ અને ગીર ફાઉન્ડેશનના કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICF -NCFના ડૉ. ગોપી સુંદર ચીફ દ્વારા વર્કશોપમાં તાલીમ આપવામાં આવી હતી, ત્યારબાદ આઠ જેટલા નિષ્ણાંતે પોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતાં.
આ ઉપરાંત કાર્યક્રમમાં તારીખ 13થી 19 નવેમ્બર સુધી તાલીમી વર્કશોપ રાખવામાં આવ્યો છે. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા માઈગ્રેટરી તથા રહેવાસી પક્ષી વેટલેન્ડ બર્ડ ક્રેઇન્સન વિશે રિસર્ચ સહિતના વિવિધ બાબતોની માહિતી અને તાલીમ આપવામાં આવશે.