જામનગર: વર્તમાનમાં કોરોના વાયરસના કારણે વૈશ્વિક આરોગ્ય કટોકટી ઉભી થઈ છે. ભારતમાં પણ કોરોના વાયરસના 29 કેસ કન્ફર્મ થયા છે. ત્યારે કોરોના વાયરસથી લડવા માટે ગુજરાત આરોગ્ય તંત્ર પણ સજ્જ થયું છે. હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસના એક પણ કેસ કન્ફર્મ નથી. પરંતુ વાયરસને ધ્યાનમાં રાખીને ભારતમાં આવતા વૈશ્વિક પ્રવાસીઓના એરપોર્ટ પર જ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યાં છે. આ તબક્કે જામનગર જિલ્લામાં પણ કલેક્ટર દ્વારા કોરોના વાયરસ સામે લડત આપવા શું પગલાં લેવામાં આવ્યા છે તે વિશેની જાણકારી આપવામાં આવી હતી તેમજ જામનગર જિલ્લાના લોકોને જાહેર તેમજ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની અપીલ પણ કરાઈ હતી.
બેડી અને સિક્કા બંદરે આવતા વિદેશીઓનો કોરોના ટેસ્ટ કરાશે - Sikka Port
કોરોના વાયસની વધતી જતી ગંભીરતાને ધ્યાનમાં લઇને ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સતત સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યાં છે. આ તબક્કે જામનગર જિલ્લામાં પણ કલેક્ટર દ્વારા કોરોના વાયરસ સામે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે. એ વિશેની જાણકારી આપવામાં આવી હતી.