- જામનગરમાં ફૂટબોલ ચેલેન્જર કપની આજથી શરૂઆત
- જામનગરમાં ફૂટબોલ કપનું પ્રથમ વખત આયોજન
- શહેરની ત્રણ ટીમ ફૂટબોલ કપમાં લીધો ભાગ
જામનગર : શહેરમાં નંદ નિકેતન સ્કૂલ ખાતે ફૂટબોલ કંપની શરૂઆત થઇ છે. જામનગરમાં પ્રથમ વખત ફૂટબોલ કપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ટીમો ભાગ લીધો છે. એ મહત્વનું છે કે, ફૂટબોલ ચેલેન્જર કપનું આયોજન થયું છે. જોકે, પ્રથમ વખત ફૂટબોલ કપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે માત્ર ત્રણ ટીમોએ ભાગ લીધો છે. જોકે, આગામી ફૂટબોલ કપમાં 11 જેટલી ટીમ ભાગ લે તે પ્રમાણે આયોજન કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે.
આ વખતે યોજાયેલ ટુર્નામેન્ટમાં જામનગર શહેરની ત્રણ ટીમોએ ભાગ લીધો છે. કુલ બે દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે. જેમાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
યંગસ્ટરમાં વધુ જોવા મળી રહ્યો છે ફૂટબોલનો ક્રેઝ
જામનગર શહેર આમ પણ ક્રિકેટરોની ભૂમી કહેવામાં આવે છે. અહીંથી ભારતીય ટીમમાં અનેક ઓલરાઉન્ડરો આપવામાં આવ્યા છે. ત્યારે યંગસ્ટરમાં ફૂટબોલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. જામનગરના યંગસ્ટર તમામ ગેમમાં પાવરધા બને તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ વોલીબોલ ટુર્નામેન્ટ અને હવે ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.