જામનગર એમ્યુઝમેન્ટ પાર્કના આજુબાજુના વિસ્તારમાં ફુડ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. PPC મશીનથી ફૂડ વિભાગ દ્વારા નમકીન અને ફરસાણની 40 જેટલી દુકાનોમાં તેલ સહિતના નમૂના લેવામાં આવ્યા હતા. નગરજનોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા સતત દરોડનો દોર ચાલુ રાખવામાં આવે છે.
એમ્યુઝમેન્ટ પાર્ક બાદ ગોકુલનગરમાં પણ ફરસાણ અને નમકીનની દુકાનમાં વિવિધ નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી.