જામનગર : જામનગરના નવાગામ ઘેડમાં દીકરીના લગ્નના એક દિવસ પહેલા કોઇ કારણસર પિતાએ આપઘાત કરી લીધો હતો. ઘરના મોભીના આપઘાતથી પરિવારમાં આક્રંદ છવાયું છે. લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરમાં લગ્નનો માહોલ : બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર નજીક આવેલા નવાગામ ઘેડમાં નરોત્તમ છગનભાઈ રાઠોડનો પરિવાર રહે છે. ઘરમાં લગ્નનો માહોલ હતો. નરોત્તમ રાઠોડની દીકરીના કાલે લગ્ન થવાના હતા. પરિવાર લગ્નના કામમાં વ્યસ્ત હતો. તેવામાં નરોત્તમભાઈએ કોઇ કારણસર પોતાના ઘરની બાજુમાં બની રહેલા નવા ઘરમાં આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો Veraval Crime : વેરાવળના નામાંકિત તબીબનો આપઘાત, ઘટનાસ્થળેથી મળી સુસાઈડ નોટ
પરિવાર પર આભ તૂટી પડ્યું : નરોત્તમભાઈએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ જે ઘરે લગ્નની શરણાઈ ગુંજવાની હતી એ ઘર પરિવારજનોના આક્રંદથી ગુંજી ઉઠ્યું હતું. દીકરીના લગ્નના એક દિવસ પહેલાં જ નરોત્તમભાઈના આપઘાતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકના સ્વજનો શું કહ્યું : મૃતક નરોત્તમ રાઠોડના પરિવારજનો માટે તેમની આત્મહત્યા મોટી મુશ્કેલી સર્જી ગયો છે તો બીજીતરફ તેમના પરિવારજનોમાં નરોત્તમભાઈ રાઠોડે કેમ આવું પગલું ભર્યું તે વિશે કોઇ જાણકારી નથી. તેમના પરિવારજન તુળશીભાઈ રાઠોડે જણાવ્યું હતું તે તેમના પરિવારમાં લગ્નનો પ્રસંગ હતો તેથી બધી તૈયારીઓ થઇ ગઇ હતી. પૈસાનો કે એવો કોઇ પ્રોબ્લેમ પણ ન હતો ત્યારે તેમણે કેમ આવું પગલું ભર્યું તેની ખબર પડતી નથી. દીકરીના સાસરીયા તરફથી પણ કોઇ જ પ્રોબલેમ નથી. ગણેશની રસમ પણ થઇ ગઇ હતી. જાન સિક્કાથી આવતીકાલે આવવાની છે ત્યારે કેમ આવું પગલું ભર્યું તે સમજાતું નથી.
આ પણ વાંચો Chhattisgarh Crime News : પિતાએ પરિવાર પર કર્યો હુમલો, 18 વર્ષની દીકરીનું મૃત્યુ
પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું : પોલીસે મૃતકની લાશનું કબજો મેળવી અને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. જોકે મૃતકે કયા કારણોસર આપઘાત કર્યો તે તપાસનો વિષય બન્યો છે પોલીસે તેમ મામલે તપાસ શરૂ કરી છે.
પોલીસ અધિકારીની તપાસ : પોલીસ અધિકારી કે એસ ગજ્જર PI, જામનગર સિટી બી ડિવિઝન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મૃત્યુનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. તપાસ કરવામાં આવી રહી છે. જોકે મૃતક ના તો કોઈ આર્થિક સંકડામણ અનુભવતો હતો ના કોઈ પારિવારિક પ્રોબ્લેમ હતો. છતાં પણ કેમ આપઘાત કર્યો તે તપાસવામાં આવી રહ્યું છે. મૃતક નરોત્તમ રાઠોડના પરિવારજનો જણાવી રહ્યા છે કે લગ્નના આગલા દિવસે તેમના ઘરે દાંડિયા રાસનો કાર્યક્રમ હતો અને મોડી રાત સુધી તેઓ દાંડિયા રાસમાં ઉપસ્થિત રહ્યા હતાં. બાદમાં વહેલી સવારે કોઈને પણ જાણ કર્યા વિના સવારે ચાર વાગ્યે બાજુના મકાનમાં આપઘાત કરી લીધો છે. જોકે તેમણે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હતો નહીં અને શા માટે આપઘાત કર્યો તે પોલીસ તપાસમાં બહાર આવશે.
નરોતમ રાઠોડ ઉત્સાહિત હતાં : પુત્રીના લગ્નને લઈ તો સમાજના પ્રમુખ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતાં. અને પૃથ્થકના પરિવારજનોને સાત્વના પાઠવી હતી અને શા માટે મૃતકે આત્મહત્યા કરી તે વિશે વિગતો મેળવવામાં આવી રહી છે..મૃતકના ભાઈએ જણાવ્યું કે મૃતક નરોતમ રાઠોડ પુત્રીના લગ્નને લઈ ખાસા ઉત્સાહિત હતાં અને અમદાવાદથી પણ મહેમાનો વહેલી સવારે આવી રહ્યા હતાં. તેમને તેઓ રિસીવ કરવા માટે પણ જવાના હતાં. અમદાવાદથી આવેલા તેમના ભાઈ જણાવી રહ્યા છે કે સવારે ત્રણ વાગ્યે તેમને ફોન કરવામાં આવ્યો હતો અને તેઓ મને બસ સ્ટેન્ડથી રિસીવ કરવા આવશે તેવું તેમણે ફોનમાં કહ્યું હતું. જો કે અમે જામનગર પહોંચ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે તેમણે કોઈ કારણોસર આપઘાત કરી લીધો