- ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોમાં જોવા મળી નારાજગી
- મગફળીનો તમામ જથ્થો વાહનમાંથી નિચે ઉતારવાને લઈ ખેડૂતો રોષે ભરાયા
- અધિકારીઓના આ હુકમ સામે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતાધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ખડુતોમાં જોવા મળી નારાજગી
જામનગરઃ જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે આવેલા ખેડૂતોને મગફળીનો તમામ જથ્થો નમૂના લેવા માટે વાહનમાંથી નીચે ઉતારવાનું અધિકારીઓ દ્વારા ફરમાન જાહેર કરવામાં આવતા ધરતીપુત્રો રોષે ભરાયા હતા અને અધિકારીઓના આ હુકમ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી રાજકોટ-જામનગર હાઈ-વે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાય હતા.
સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં અધિકારીઓ દ્વારા ખેડૂતોને મગફળીના નમૂના લેવા માટે વાહનમાં રહેલો તમામ જથ્થો નીચે ઉતારવા જણાવવામાં આવ્યુ હતું.
![Farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-the-farmer-swells-jagdishkhetia_28102020215523_2810f_1603902323_43.jpg)
વાહનમાંથી જ મગફળીના નમૂના લેવા ખેડૂતોએ કરી વિનંતી
આ ઉપરાંત જણાવ્યું કે, જો સેમ્પલ પાસ થાય તો જ મગફળી સ્વીકારવામાં આવશે તેવું વલણ અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવતા ખેડૂતોએ અધિકારીઓને વાહનમાંથી જ મગફળીના નમૂના લેવા વિનંતી કરી હતી. જે સરકારી બાબુઓ દ્વારા માન્ય ન રખાતા ખેડૂતો રોષે ભરાયા હતા.
![Farmers protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-the-farmer-swells-jagdishkhetia_28102020215523_2810f_1603902323_496.jpg)
ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી હાઈ-વે પર ચક્કાજામ કર્યો હતો, જેથી મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહા મુસીબતે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.