જામનગર : ખેડૂતોએ રણતીડ જોવા મળે તો તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારી (ખેતી) તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારી કે મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ)ની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.
રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતિશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ/ટ્રેલર/ટ્રેક્ટર તૈયાર રાખવું, દવા છંટકાવ માટે ફૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતાના આધારે ઉપદ્રવિત વિસ્તારમાં વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ (૧૦મીલી), મેલાથીયોન ૫૦% EC (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫% SC(૨.૫ મીલી), ફિપ્રોનીલ ૨.૯૨% EC (૪.૫ મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮% EC (૧૦ મીલી) દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ઉપદ્રવિત વિસ્તારમાં જરૂરિયાત મુજબ છંટકાવ કરવાની ભલામણ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા કરવામાં આવે છે.